બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! 3 જુલાઈથી ખુલશે ફાર્મા કંપનીનો 800 કરોડનો IPO

શેરબજાર / રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! 3 જુલાઈથી ખુલશે ફાર્મા કંપનીનો 800 કરોડનો IPO

Last Updated: 07:30 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેઇન કેપિટલ સમર્થિત ફાર્મા કંપની Emcure ફાર્માનો IPO આવતા સપ્તાહે આવશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Emcure Pharmaનો IPO 3 જુલાઈએ આવશે અને 5 જુલાઈ સુધી ખુલ્લો રહેશે.

છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વચ્ચે કેટલાક શેરોમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે તો કેટલાક શેરોમાં રોકાણકારો માલામાલ થઈ ગયા છે. ત્યારે હવે બીજી કંપની શેરબજારમાં પ્રવેશવા તૈયાર છે. બેઇન કેપિટલ સમર્થિત ફાર્મા કંપની Emcure ફાર્માનો IPO આવતા સપ્તાહે આવશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Emcure Pharmaનો IPO 3 જુલાઈએ આવશે અને 5 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. નાના રોકાણકારોને આ IPOમાં 5મી જુલાઈ સુધી નાણાં રોકવાની તક છે. જોકે, આ IPO 2 જુલાઈએ એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલશે. IPO દસ્તાવેજ મુજબ પ્રારંભિક પબ્લિક ઈશ્યુ 5 જુલાઈએ બંધ થશે. એન્કર (મોટા) રોકાણકારો 2 જુલાઈના રોજ બિડ કરી શકશે.

IPO.width-800

IPO 28 જૂનથી ખુલશે

IPOમાં રૂ. 800 કરોડના નવા શેર અને 1.14 કરોડ શેરના વેચાણ માટે ઓફર (OFS)નો સમાવેશ થાય છે. Emcure ફાર્માસ્યુટિકલ્સ પુણે સ્થિત કંપની વૈશ્વિક સ્તરે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિશાળ શ્રેણી વિકસાવે છે, તેનું ઉત્પાદન કરે છે અને માર્કેટિંગ કરે છે. કિડની કેર સર્વિસ પ્રોવાઈડર નેફ્રો કેર ઈન્ડિયા લિમિટેડ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) દ્વારા રૂ. 41 કરોડથી થોડો વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, IPO 28 જૂને ખુલશે અને 2 જુલાઈએ બંધ થશે. આ માટે પ્રાઈસ બેન્ડ 85-90 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

વધુ વાંચો : શેર બજારમાં હરિયાળી! સેન્સેક્સ 79,000 તો નિફ્ટી 24000 પર બંધ, જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત

Nephro Care IPO

IPOની લોટ સાઈઝ 1600 શેર છે. એક લોટ માટે 1,44,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેની ફેસ વેલ્યુ 10 રૂપિયા પ્રતિ શેર છે. 35% શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. લગભગ 6.19 લાખ શેર HNIsને ફાળવવામાં આવશે, જ્યારે 8.25 લાખ શેર QIB ને અને 14.45 લાખ શેર રિટેલ રોકાણકારોને ફાળવવામાં આવશે. જ્યારે, 2.25 લાખ શેર કર્મચારીઓ માટે અને 2.23 લાખ શેર બજાર નિર્માતાઓ માટે આરક્ષિત છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPO Emcure Pharma EmcurePharmaIPODetails
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ