બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાનો ભાવ ગગડ્યો, ચાંદી પણ શાંત થઈ! ખરીદવાનો ગોલ્ડન મોકો, જાણો લેટેસ્ટ રેટ

સારા સમાચાર / સોનાનો ભાવ ગગડ્યો, ચાંદી પણ શાંત થઈ! ખરીદવાનો ગોલ્ડન મોકો, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 10:10 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 71080 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65110 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસથી ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ગુરુવારે તે ઘટીને 86761 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો.

એક બાજુ શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોના-ચાંદીની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે, સતત ચાર દિવસથી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 71080 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65110 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસથી ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ગુરુવારે તે ઘટીને 86761 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો.

GOLD-PRICE-FINAL

સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.72726

ઉલ્લેખનિય છે કે બજારમાં સોના-ચાંદીની ચમક આ અઠવાડિયે ફિક્કી પડી ગઈ હતી, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.72726 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.66617 હતો. શુક્રવારે ચાંદી 90666 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી. ગયા અઠવાડિયે તેની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો હતો, તે એક સપ્તાહમાં 87553 રૂપિયાથી વધીને 90666 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો, જેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે.

gold-price

ચાંદીના ભાવમાં 3900 રૂપિયાનો ઘટાડો થયો

બુલિયન માર્કેટમાં બુધવારે તેની કિંમત 7167 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.જ્યારે 22 કેરેટ સોનાની ચમક પણ ગુરુવારે થોડી ઓછી થઈ અને તે 169 રૂપિયા ઘટીને 65112 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ. તેમજ આજે 18 કેરેટ અને 14 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 18 કેરેટ સોનાનો ભાવ રૂ.138 ઘટી રૂ.53312 પ્રતિ દસ ગ્રામ થયો હતો, જ્યારે 14 કેરેટનો ભાવ બુલિયન માર્કેટમાં રૂ.107 ઘટીને રૂ. 41584 પ્રતિ દસ ગ્રામ થાય છે. ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે ચાંદીના ભાવમાં 3900 રૂપિયાનો ઘટાડો થયો છે, આ ઘટાડાને કારણે ગુરુવારે ચાંદીની કિંમત 86761 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

વધુ વાંચો : રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! 3 જુલાઈથી ખુલશે ફાર્મા કંપનીનો 800 કરોડનો IPO

MCX પર સોના અને ચાંદીના ભાવ

ગુરુવારે, MCX પર સોનાનો ભાવ 70,992 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે ઇન્ટ્રાડે તે 70,870 રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં પણ સ્થિરતા જોવા મળી હતી અને તે $2,302.70 પ્રતિ ઔંસની આસપાસ રહી હતી. MCX પર ચાંદીની કિંમત 86,564 રૂપિયા પ્રતિ કિલો હતી અને તે ઇન્ટ્રાડે રૂપિયા 86,451ની નીચી સપાટીએ પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 28.73 ડોલર પ્રતિ ઔંસની આસપાસ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Silver GoldSilverPrices Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ