બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત ફાઈનલમાં ! ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું, 29 જૂને આફ્રિકા સામે મહામુકાબલો

T20 વર્લ્ડ કપ / ભારત ફાઈનલમાં ! ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું, 29 જૂને આફ્રિકા સામે મહામુકાબલો

Last Updated: 06:54 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બુમરાહે આર્ચરને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં સમેટાઈ ગઈ હતી.

રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી છે અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે ગુરુવારે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 68 રને હરાવ્યું હતું. આ સાથે 2 વર્ષ જૂનો બદલો પણ લઈ લીધો હતો. વરસાદના સંકટ વચ્ચેની આ મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે તેણે મેચ અને ફાઈનલની ટિકિટ ગુમાવી દીધી હતી. છેલ્લા T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 10 વિકેટથી હરાવીને બહાર કરી દીધી હતી. હવે રોહિત બ્રિગેડે એ હારનો બદલો લઈ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બંને ટીમો વચ્ચે વર્તમાન સેમિફાઇનલ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.

સ્પિનરોએ ધૂમ મચાવી

ભારતીય સ્પિન બોલરોએ અંગ્રેજોને કોઈ તક આપી ન હતી. હેરી બ્રુકે 25, કેપ્ટન જોસ બટલરે 23, જોફ્રા આર્ચરે 21 અને લિયામ લિવિંગસ્ટોને 11 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. બીજી તરફ સ્પિનર ​​કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 2 સફળતા મળી.

વધુ વાંચો : ગુલબદીને ફેક ઇન્જરીની એક્ટિંગ તો કરી લીધી, પરંતુ હવે મુકાશે મુશ્કેલીમાં! સજા સાંભળશો તો ચોંકી જશો

રોહિત-સૂર્યા-પંડ્યાની શાનદાર ઇનિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને વિરાટ કોહલી સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 73 રન જોડ્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે રીસ ટોપલી, જોફ્રા આર્ચર, સેમ કુરાન અને આદિલ રશીદે 1-1 વિકેટ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

INDvsENG TeamIndia T20WorldCup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ