બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ના સુંદર પિચાઇ, ના સત્ય નડેલા, તો કોણ છે સૌથી વધારે સેલરી મેળવનાર ભારતીય મૂળના CEO, જાણો

બિઝનેસ / ના સુંદર પિચાઇ, ના સત્ય નડેલા, તો કોણ છે સૌથી વધારે સેલરી મેળવનાર ભારતીય મૂળના CEO, જાણો

Last Updated: 10:46 AM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Highest paid Indian origin CEO: જો તમે આજે અમેરિકામાં સૌથી વધુ વેતન મેળવનારા ભારતીય મૂળના CEOના નામ પૂછો તો તમે સુંદર પિચાઈ કે સત્ય નડેલાને કહો તો ખોટું પડશે, તો જાણો કોણ છે ?

Highest paid Indian origin CEO : અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા વ્યક્તિઓની વાત કરવામાં આવે તો હાલમાં જ એક અહેવાલ સામે આવ્યો છે. જો તમે આજે અમેરિકામાં સૌથી વધુ વેતન મેળવનારા ભારતીય મૂળના CEOના નામ પૂછો તો તમે સુંદર પિચાઈ કે સત્ય નડેલાને કહો તો ખોટું પડશે. કારણ કે પાલો અલ્ટો નેટવર્ક્સના CEO નિકેશ અરોરા અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારા CEOની યાદીમાં છે. આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર એક ભારતીય મૂળના CEOએ અમેરિકાના ટોપ-10 સૌથી વધુ પગાર મેળવનારા CEOની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ડેટા એનાલિટિક્સ ફર્મ C-Suite Comp એ અમેરિકામાં સૌથી વધુ કમાણી કરતા CEOની તાજેતરની યાદી બહાર પાડી છે. C-Suite Compના એક અહેવાલ મુજબ નિકેશ અરોરા CEO અને Palo Alto Networksના ચેરમેન USA માં સૌથી વધુ પગાર મેળવતા CEOની યાદીમાં 10મા ક્રમે છે.

કયા માપદંડો પર આધારિત છે આ યાદી

બે માપદંડોના આધારે સૌથી વધુ વેતન મેળવનારા CEOની બે યાદી બહાર પાડવામાં આવી હતી. જેમ કે 2023માં આપવામાં આવેલ કુલ વળતર અને ખરેખર આપવામાં આવેલ વળતર. ગૂગલના ભારતીય-અમેરિકન CEO સુંદર પિચાઈ કોઈપણ યાદીમાં સ્થાન પામ્યા નથી અને ન તો માઈક્રોસોફ્ટના સત્ય નડેલા. બીજી તરફ પાલો અલ્ટો નેટવર્ક્સના 56 વર્ષીય નિકેશ અરોરા બંને યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.

નિકેશ અરોરા 151.4 મિલિયન ડોલરની કમાણી સાથે 2023 માં કુલ વળતરની દ્રષ્ટિએ અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારા CEOની યાદીમાં ચોથા ક્રમે છે. અરોરાએ 2023માં $266.4 મિલિયનના વાર્ષિક પેકેજ સાથે ઓફર કરેલા વાસ્તવિક પેકેજના સંદર્ભમાં યુએસમાં સૌથી વધુ પગાર મેળવનારા CEOની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું. ટેસ્લાના CEO એલન મસ્ક જેઓ 2023માં 1.4 બિલિયન ડોલરની કમાણી કરી તે આ યાદીમાં ટોચ પર છે. 1 બિલિયન ડોલરનો આંકડો પાર કરનાર બીજા CEO પલાંટીર ટેક્નોલોજીના એલેક્ઝાન્ડર કાર્પ છે.

વધુ વાંચો : શેર માર્કેટ રેકોર્ડ ઊંચાઇએ પહોંચતા જ સેન્સેક્સ એકાએક ડાઉન, નિફ્ટીમાં પણ ઘટાડો

આવો જાણીએ કોણ છે નિકેશ અરોરા?

2018માં પાલો અલ્ટો નેટવર્ક્સના CEO તરીકે કાર્યભાર સંભાળતા પહેલા નિકેશ અરોરાએ Google અને SoftBank Groupમાં કામ કર્યું હતું. અરોરાનો જન્મ ભારતીય વાયુસેનાના અધિકારીને થયો હતો અને તેણે દિલ્હીની એરફોર્સ પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો.અરોરાએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બનારસ હિન્દુ યુનિવર્સિટી (હવે IIT-BHU)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી MBA અને બોસ્ટન કોલેજમાંથી MSc પણ કર્યું છે. અરોરાએ ગૂગલમાં ટોચના સ્તરની ભૂમિકાઓમાં 10 વર્ષ વિતાવ્યા. 2014માં તેમણે સોફ્ટબેંક ગ્રુપના ચેરમેન અને COOઓ તરીકે જોડાવા માટે રાજીનામું આપ્યું. તેmણે ટી-મોબાઈલ અને ભારતી એરટેલ, યુરોપમાં પણ કામ કર્યું છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

CEO Nikesh Arora Highest paid Indian origin CEO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ