બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશમાં ચોમાસું જામ્યું! આ રાજ્યો માટે ડેન્જર આગાહી, IMDએ સચેત કર્યા

વાતાવરણ / દેશમાં ચોમાસું જામ્યું! આ રાજ્યો માટે ડેન્જર આગાહી, IMDએ સચેત કર્યા

Last Updated: 08:53 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Latest News : ચોમાસાના આગમનથી ઘણા રાજ્યોમાં હળવો તો કેટલીક જગ્યાએ ભારે વરસાદનું આગમન, મુંબઈમાં વરસાદને કારણે વાહનવ્યવહારને અસર તો કેરળમાં ભારે વરસાદ વચ્ચે અનેક જિલ્લાઓમાં ચેતવણી

IMD Forecast : દેશમાં ચોમાસાના આગમનથી ઘણા રાજ્યોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો સવારે ભારે વરસાદના કારણે ભેજવાળી ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને મોટી રાહત મળી છે. આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની પણ શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, ગુરુવારે પણ દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. IMDએ કહ્યું હતું કે આજે દિલ્હી અને અન્ય રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડું આવશે. તેમજ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા હતી. બુલેટિન અનુસાર, 29 અને 30 જૂને દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

મુંબઈમાં વરસાદને કારણે વાહનવ્યવહારને અસર

મુંબઈમાં ગુરુવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડા સાથે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી હતી. પરંતુ અનેક વિસ્તારોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ થોડી મોડી ચાલી હતી જ્યારે રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ હતી. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું 11 જૂને આવે છે પરંતુ આ વખતે તેનું આગમન 9 જૂને થયું હતું જોકે છેલ્લા 15 દિવસમાં ભાગ્યે જ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે હવે મુંબઈ શહેર અને ઉપનગરો, થાણે, રાયગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાંથી આવતા મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે આજથી સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં આજથી રવિવાર સુધી કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય થવાને કારણે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભરતપુર, અજમેર અને કોટા વિભાગના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થયો છે. જ્યારે જોધપુર અને બિકાનેર વિભાગના કેટલાક વિસ્તારોમાં અને ઉદયપુર અને જયપુર વિભાગના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. ધોલપુર, બ્યાવર, ભરતપુર, ભીલવાડા, ટોંક, જયપુર અને કોટા જિલ્લામાં કેટલીક જગ્યાએ મૂશળધાર અને ભારે વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, 29 જૂનથી ઉત્તર-પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમના મતે 29 જૂનથી 2 જુલાઈ સુધી જયપુર અને ભરતપુર ડિવિઝનમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ મૂશળધાર વરસાદ પડી શકે છે.

વધુ વાંચો : જૈવિક ખેતીમાં મધ્યપ્રદેશના એક ખેડૂતે મેળવી સફળતા, નવી રીત અપનાવતા નફામાં થયો વધારો

કેરળમાં ભારે વરસાદ વચ્ચે અનેક જિલ્લાઓમાં ચેતવણી

કેરળના IMDએ રાજ્યના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને મહત્તમ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Rain Forecast Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ