બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સાઉથ આફ્રિકાની ફાઇનલમાં એન્ટ્રી, અંતે અફઘાનિસ્તાનની સફર અહીં પૂર્ણ, તોડ્યો પ્રથમવાર રેકોર્ડ

T20 World Cup / સાઉથ આફ્રિકાની ફાઇનલમાં એન્ટ્રી, અંતે અફઘાનિસ્તાનની સફર અહીં પૂર્ણ, તોડ્યો પ્રથમવાર રેકોર્ડ

Last Updated: 09:07 AM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ સાઉથ આફ્રિકાના નામે રહી. આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી દીધું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રન પર જ સમેટાઈ ગઈ. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવીને બાર્બાડોસમાં 29 જૂને યોજાનારી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે (27 જૂન) દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચ દક્ષિણ આફ્રિકાની ટીમે 9 વિકેટે જીતી લીધી. દક્ષિણ આફ્રિકાએ પણ પ્રથમ વખત ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.

અફઘાનિસ્તાન સામે માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવીને સાઉથ આફ્રિકાએ 29 જૂને બાર્બાડોસમાં યોજાનારી ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. હવે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ફાઇનલમાં આજે (27 જૂન) ભારત અથવા ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઈ પણ પ્રકારના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. જે સાઉથ આફ્રિકા ટીમ માટે સપનાથી ઓછું નથી.

આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેના આ નિર્ણયથી અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટી20 ઇતિહાસમાં અફઘાનિસ્તાનનો આ સૌથી ઓછો સ્કોર પણ રહ્યો.

સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે રીઝા હેન્ડ્રિક્સ અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગ કરવા આવ્યા. પરંતુ 5 રન બનાવીને ડી કોક ફઝલહક ફારૂકીના હાથે ક્લીન બોલ્ડ થયો. પરંતુ આ પછી રીઝા હેન્ડ્રીક્સ (29) અને સુકાની એડન માર્કરામ (23) અંત સુધી ટકી રહ્યા અને પોતાની ટીમને જીત સુધી પહોંચાડી. બંને નોટઆઉટ પરત ફર્યા.

અફઘાનિસ્તાનની ઇનિંગ્સ

આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક વિકેટ ગુમાવતી રહી. પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અફઘાનિસ્તાન ટીમની પ્રથમ વિકેટ રહેમાનુલ્લા ગુરબાઝ (0)ના રૂપમાં પડી. તે ટીમના 4 રનના સ્કોર પર આઉટ થયો. આ પછી ગુલબદ્દીન નાયબ (9), ઈબ્રાહિમ ઝદરાન (2), મોહમ્મદ નબી (0) અને નંગેલિયા ખરોટે (2) પણ સસ્તામાં આઉટ થઈ ગયા. જ્યારે આ પાંચ બેટ્સમેન આઉટ થયા ત્યારે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર 23/5 હતો. આના થોડા સમય બાદ અઝમતુલ્લા ઉમરઝાઈ (10) પણ આઉટ થઈ ગયો. જ્યારે ઉમરઝાઈ આઉટ થયો ત્યારે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર 28/6 હતો.

ત્યારબાદ 50 રનના સ્કોર પર કરીમ જનત (8), નૂર અહેમદ (0) તબરેઝ શમ્સીના હાથે આઉટ થયા હતા. આ પછી બીજી જ ઓવરમાં કેપ્ટન રાશિદ ખાન (8) પણ 50 રનના સ્કોર પર આઉટ થયો. ત્યારબાદ નવીન ઉલ હક 56 રન બનાવીને આઉટ થતાં જ અફઘાનિસ્તાનની ટીમ ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી. જ્યારે કેગિસો રબાડા અને એનરિક નોર્સિયાએ 2-2 વિકેટ લીધી. જેન્સન 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો.

સાઉથ આફ્રિકાએ રચી દીધો ઇતિહાસ

સાઉથ આફ્રિકાએ આ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો. આફ્રિકન ટીમ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈપણ ICC વર્લ્ડ કપ (ODI-T20) ની ફાઈનલ રમી શકી નથી. તેની સાથે ચોકર્સ નામનો એક મોટો ધબ્બો જોડાયેલો હતો. પણ આ ડાઘ પણ સાફ થઈ ગયો. આ પહેલા આફ્રિકન ટીમ ઘણી વખત સેમીફાઈનલમાં પહોંચી હતી આ પહેલા આફ્રિકન ટીમ 5 વખત (1992, 1999, 2007, 2015 અને 2023) ઓડીઆઈ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશી હતી. જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં તેણે બે વખત (2009, 2014) સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

PROMOTIONAL 13

આફ્રિકાથી સામે એકપણ મેચ નથી જીતી શક્યું અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આફ્રિકન ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 ODI અને 3 T20 મેચ રમાઈ છે. દરેક વખતે આફ્રિકન ટીમ જીતી છે. આ વખતે પણ પ્રોટીઝ ટીમનું પલડું ભારે રહ્યું.

આફ્રિકા vs અફઘાન હેડ-ટુ-હેડ

કુલ T20 મેચ: 3

આફ્રિકા જીત્યું: 3

અફઘાનિસ્તાન જીત્યું: 0

વધુ વાંચો: T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત '0' પર આઉટ થયેલા ટોપ-5 બેટ્સમેન, કોઈ ભારતીય ખેલાડી પણ સામેલ છે?

અફઘાનિસ્તાન-સાઉથ આફ્રિકાની પ્લેયિંગ - 11

સાઉથ આફ્રિકા ટીમ: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિચ નોર્કિયા અને તબરેઈઝ શમ્સી.

અફઘાનિસ્તાન ટીમ: ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), અઝમતુલ્લા ઉમરઝાઈ, ગુલબદી નાયબ, મોહમ્મદ નબી, કરીમ જનત, રાશિદ ખાન (વિકેટકીપર), નવીન ઉલ હક, નાંગેયાલિયા ખરોટે, નૂર અહેમદ અને ફઝલહક ફારૂકી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Semi Final SA vs AFG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ