બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 250 મિનિટના નિયમની ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ મેચમાં શું અસર થશે? જાણો કઈ ટીમને ફાયદો

IND vs ENG / 250 મિનિટના નિયમની ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ મેચમાં શું અસર થશે? જાણો કઈ ટીમને ફાયદો

Last Updated: 05:35 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ પર વરસાદની સંભાવના પ્રબળ જોવા મળી રહી છે.

IND vs ENG Semifinal : ભારત અને ઈંગ્લેન્ડની સેમિફાઈનલ મેચમાં રિઝર્વ ડેની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ICC એ 250 મિનિટનો નિયમ રજૂ કર્યો હતો. ચાલો જાણીએ શું છે આ 250 મિનિટનો નિયમ?

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ પર વરસાદની સંભાવના પ્રબળ જોવા મળી રહી છે. ગયાનામાં સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બીજી સેમીફાઈનલ માટે કોઈ અનામત દિવસ રાખ્યો નથી, પરંતુ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા, કોઈપણ સંજોગોમાં મેચ પૂર્ણ કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય ઉમેરવામાં આવ્યો હતો. આ 250 મિનિટનો નિયમ શું છે અને તે કેવી રીતે સુનિશ્ચિત કરશે કે ભારત વિ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ થાય?

India-vs-Canada-match-in-Florida

250 મિનિટનો નિયમ શું છે?

T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા રિઝર્વ ડેની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ICCએ ભારત-ઈંગ્લેન્ડ મેચમાં 250 મિનિટનો નિયમ ઉમેર્યો હતો. આનો અર્થ એ થયો કે જો વરસાદ અથવા અન્ય કોઈ કારણસર મેચ શરૂ થવામાં વિલંબ થાય છે.

Website Ad 1200_1200 2

તો નિર્ધારિત સમયમાં 250 મિનિટનો વધારાનો સમય ઉમેરવામાં આવશે. આ નિયમનો અર્થ એ છે કે ભારત-ઈંગ્લેન્ડ મેચમાં ઓવરોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં અને મેચનો રમવાનો સમય રાત્રે 1:10 કલાક (ભારતીય સમય) સુધી વધશે.

વધુ વાંચોઃ સાઉથ આફ્રિકાની ફાઇનલમાં એન્ટ્રી, અંતે અફઘાનિસ્તાનની સફર અહીં પૂર્ણ, તોડ્યો પ્રથમવાર રેકોર્ડ

સેમિફાઇનલ મેચમાં વરસાદની શક્યતા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ ગુયાનામાં રમાશે, જ્યાં વરસાદની 90 ટકા શક્યતા છે. આ સિવાય વાદળોમાં 21 ટકા વાવાઝોડુ અને વીજળી કડાકાની પણ આગાહી છે. ગયાનામાં મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થવાની છે અને સામાન્ય રીતે T20 મેચ 3:30 થી 4 કલાકમાં પુર્ણ થાય છે. પરંતુ 250 મિનિટનો વધારાનો સમય અને 90 ટકા વરસાદની સંભાવનાને કારણે ક્રિકેટ ચાહકોને મેચ શરૂ થવા માટે સતત 6-7 કલાક રાહ જોવી પડી શકે છે. વર્તમાન સંજોગો અનુસાર ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ શરૂ થવાની આશા ઓછી જણાઈ રહી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 WORLD CUP 2024 IND Vs ENG Semifinal T20 World Cup Semifinals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ