બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં ફાયર NOCને લઈ વેપારીઓ પરેશાન, અધિકારીઓ જેલમાં ગયા બાદ કામગીરી ખોરંભે પડી

લો હવે! / રાજકોટમાં ફાયર NOCને લઈ વેપારીઓ પરેશાન, અધિકારીઓ જેલમાં ગયા બાદ કામગીરી ખોરંભે પડી

Last Updated: 09:34 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ હવે ફાયર વિભાગની ઓફિસ ખાલીખમ થઈ ગઈ છે કેમ કે મોટા ભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા તો વાગ્યા પરંતુ હવે તે તબેલાનો શું ? રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ હવે ફાયર વિભાગની ઓફિસ ખાલીખમ થઈ ગઈ છે કેમ કે મોટા ભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ ફાયર NOC મુદ્દે રાજકોટમાં નાના ધંધાવાળા પરેશાન થઈ ગયા છે.

rjt 1

નિર્ણય લેનારૂ કોઈ રહ્યું નથી ?

અધિકારીઓ અગ્નિકાંડમાં જેલમાં ગયા પછી નિર્ણય લેનારૂ કોઈ રહ્યું નથી ત્યારે લાખો રૂપિયાનું રોકાણ કરીને ઉભા કરેલા ધંધા પર અસમંજસ થઈ રહી છે. ઓફિસ, દુકાન કે ફેક્ટરીની ફાયરની NOC માટે અરજી કરી પણ નિર્ણય લેનારૂ કોઈ નહી હોવાથી ધંધાર્થીઓ ટેન્શનમાં આવી ગયા છે.

લોન પર ધંધા કરતા ધંધાદારીઓને વ્યાજના ચક્કરમાં ફસાવાનો ડર સેવી રહ્યાં છે. ફીક્સ ખર્ચ વધતા જાય છે અને ધંધાનું ટર્નઓવર બંધ છે જેને લઈ મુશ્કેલીમાં મુકાયા છે.

rjt 22

ટેબલ પર ધૂળ ખાતી અરજીઓ

મહાનગરપાલિકામાં અગ્નિકાંડ થયા પછી નિર્ણય કોણ લે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં રોજે 100થી વધુ ફાયર NOCની અરજીઓ આવે છે ત્યારે ટેબલ પર ધૂળ ખાતી અરજીઓ વિશે નિર્ણય લેનારૂ કોઈ નથી અને નાગરિકોની પરેશાની વધતી જાય છે. સમગ્ર મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો: પૂર્ણેશ મોદીએ નડ્ડા-શાહ સાથે કરી મુલાકાત, પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ ગુજરાતમાં હિલચાલ શરૂ

નૌતમ પટેલે શું કહ્યું ?

નૌતમ પટેલે જણાવ્યું કે, અગ્નિકાંડ બાદ મનપામા જવાબદારીની ફેકા ફેંકી થઈ રહી છે. અમે મનપા કમિશનર અને રાજ્ય સરકારને રજૂઆત કરીશું અને હાલ રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમાં પૂરતો સ્ટાફ નથી. દરરોજ ફાયર એનઓસી માટે વેપારીઓ અનેક અરજીઓ કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે, પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ફાયર એનઓસી મેળવવામાં મુશ્કેલી છે. સરકારે તાત્કાલિક નવા ફાયર ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. હાલ ફાયર એનઓસીના કારણે અનેક વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Fire NOC Rajkot Fire Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ