બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કર્ક રાશિમાં થશે શુક્રનું ગોચર, 3 રાશિના લોકો પર થશે ધનની વર્ષા

જ્યોતિષ શાસ્ત્ર / કર્ક રાશિમાં થશે શુક્રનું ગોચર, 3 રાશિના લોકો પર થશે ધનની વર્ષા

Last Updated: 09:29 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર ગ્રહ સૂર્યની માફક એક મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. શુક્ર એક વર્ષ બાદ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે.

શુક્ર ગ્રહ ભૌતિક સુખ સુવિધાના કારક છે. આ ગ્રહ 1 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. હવે તે જુલાઇ માસમાં ગોચર કરશે. શુક્ર 7મી જુલાઇએ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી દરેક જાતક પર અસર પડશે. જેમાં કેટલાક પર પ્રતિકૂળ અને કેટલાક પર શુભ પ્રભાવ પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેમની કિસ્મત ખુલી જશે. અચાનક ધન પ્રાપ્તિ થશે. આવો જાણીએ તે રાશિ વિશે.

કન્યા

કન્યા રાશિના લોકોને આ ગોચરથી ખુબ લાભ થશે. તમને આ સમય દરમિયાન તમારી આવક વધશે. તમે વ્યાપાર કરો છો કે નોકરી બંને વ્યવસાયમાં તમને ફાયદો થશે. નવી આવકના સ્ત્રોત ખુલશે. પૈસાની બચત થશે. જો તમે રોકાણ કરશો તો પણ લાભ થશે. સંતાન સંબંધી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

તુલા

શુક્રના ગોચરથી તુલા રાશિના જાતકો માટે શુભ સમય આવશે. કરિયર અને વ્યવસાયમાં ખુબ લાભ થશે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળશે. જે નોકરિયાત છે તેમને પ્રમોશન મળી શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જે લોકો ફિલ્મ, મીડિયા, મોડલિંગ કે પછી ફેશન ડિઝાઇન સાથે સંકળાયેલા છે તેમને પણ લાભ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય સાથ આપશે. તમે આ દરમિયાન ખૂબ પૈસા કમાઈ શકો છો. પૈસાની બચત પણ સારી થશે. તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે અને ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. આ દરમિયાન ધાર્મિક કામમાં પણ મન લાગશે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

PROMOTIONAL 10

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

zodiac sign wealth Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ