બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાજપ નેતાએ 13 વર્ષની કિશોરી પર ગેંગરેપ કર્યો, મર્ડર કરીને લાશ રોડ પર ફેંકી

ભયાનક દરિંદગી / ભાજપ નેતાએ 13 વર્ષની કિશોરી પર ગેંગરેપ કર્યો, મર્ડર કરીને લાશ રોડ પર ફેંકી

Last Updated: 10:44 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડ ભાજપના નેતા આદિત્યરાજ સૈની પર 13 વર્ષની કિશોરીના ગેંગરેપ અને મર્ડરનો આરોપ લાગ્યો છે.

ઉત્તરાખંડમાં ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસમાં ભાજપના નેતાની સંડોવણી હજુ લોકમાનસમાં તાજી છે ત્યારે અહીં ફરી વાર ભાજપના એક નેતાની દરિંદગી લોકો ભારે આઘાત પામ્યાં છે. ભાજપ નેતા આદિત્યરાજ સૈની હરિદ્વારમાં 13 વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપ અને હત્યા કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ આરોપી ભાજપ નેતા તેની લોહીથી લથપથ લાશને હાઈવે પર ફેંકીને ફરાર થઈ ગયો હતો.

ઉત્તરાખંડ ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂક્યો

બીજી તરફ મામલો સામે આવ્યા બાદ ઉત્તરાખંડ ભાજપે આરોપી નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને તેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે તેમજ તેને OBC કમિશનમાંથી પણ દૂર કરાયો છે.

વધુ વાંચો : VIDEO : બેન્કમાં મેનેજરનો ખુરશી પર બેઠાં બેઠાં ઉડ્યો જીવ, હાર્ટ એટેકથી મોત કેમેરામાં કેદ

23 જુનની સાંજે આરોપી બાળકીને ઘેરથી લઈ ગયો

13 વર્ષની સગીર બાળકી સાથે ગેંગરેપ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ પરિવારજનોમાં રોષ છે. મૃતક બાળકીની માતાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. માતાનું કહેવું છે કે 23 જૂનની સાંજે અમિત સૈની તેની પુત્રીને પોતાની સાથે લઈ ગયો હતો. મોડી રાત સુધી પુત્રી પરત ન આવતાં તેણે તેણીનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. અમિતે કોલ રિસીવ કર્યો. તેણે કહ્યું કે તેની પુત્રી થોડા સમય પછી પરત આવશે પરંતુ તે ઘરે પહોંચી ન હતી અને ફોન પણ બંધ હતો. માતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપી છેલ્લા છ મહિનાથી તેની પુત્રી પર લગ્નના બહાને બળાત્કાર ગુજારતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Aditya Raj Saini Aditya Raj Saini rape
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ