બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ટીમ ઇન્ડિયાની જીત બાદ બોલિવૂડ જશ્ન, આ સેલેબ્સે રોહિત બ્રિગેડને આપ્યા ખોબલે ખોબલે અભિનંદન

મનોરંજન / ટીમ ઇન્ડિયાની જીત બાદ બોલિવૂડ જશ્ન, આ સેલેબ્સે રોહિત બ્રિગેડને આપ્યા ખોબલે ખોબલે અભિનંદન

Last Updated: 10:58 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડ સામેની ટીમ ઇન્ડિયાની જીત પછી ભારત ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી ગયું છે, ત્યારે આખું બોલિવૂડ ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યું છે. અજય દેવગણ સહિત આ સેલેબ્સે ઇન્ડિયન ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને 68 રનથી હરાવી દીધું છે. હવે હિન્દી સિનેમાના તમામ સેલેબ્સ ભારતની આ જીત પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.

આવું ઘણીવાર જોવા મળ્યું છે કે જ્યારે પણ ટીમ ઇન્ડિયા ક્રિકેટના મેદાન પર કંઈ સારું કરે ત્યારે હિન્દી સિનેમાના ઘણા સિતારા તેની જીતની ખુશી મનાવતા હોય છે. ICC T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ વર્લ્ડ 2024ની સેમિફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની ટીમે ઇંગ્લેન્ડની ટીમને હરાવતાં જ બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી.

અજય દેવગણ સહિત તમામ સ્ટાર્સે ભારતીય ટીમની આ ખાસ જીત પર ખુશી વ્યક્ત કરી છે અને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.

PROMOTIONAL 6

ટીમ ઇન્ડિયાને સેલેબ્સ તરફથી મળ્યા અભિનંદન

વેસ્ટ ઇન્ડિઝના ગયાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોડી રાત્રે ભારતે સેમીફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને 68 રને હરાવીને આ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં ટીમ ઇન્ડિયા શનિવારે ટાઈટલ માટે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

ભારતીય ટીમની સેમિફાઇનલ જીત પર, અભિનેતા અજય દેવગને તેના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં રોહિત શર્મા અને તેની ટીમની શાનદાર તસવીરો શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે - હવે એ બતાવવાનો સમય આવી ગયો છે કે નિષ્ફળતાથી આપણી વાપસી નિશ્ચિત છે. ઇતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર છીએ. તમે બધા શાનદાર રમ્યા. કપને ઘરે પાછા લાવવાનો સમય આવી ગયો છે.

અજય દેવગન ઉપરાંત અભિનેતા અભિષેક બચ્ચને પણ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. અભિષેક બચ્ચને લખ્યું - ગૌરવથી માત્ર એક જ ડગલું દૂર! કમ ઓન ટીમ ઇન્ડિયા!! ટી20 વર્લ્ડકપ ફાઈનલ માટે ઓલ ધ બેસ્ટ!

વધુ વાંચો: Kalki 2898 AD: દિપીકા-પ્રભાસની ફિલ્મનું છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે કરી તોતિંગ કમાણી

આ સેલેબ્સ પણ નથી રહ્યા પાછળ

ક્રિકેટના શોખીન તરીકે જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના અને વરુણ ધવને પણ ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરી. તમામ સેલેબ્સ પણ ભારતને ફાઈનલ માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Bollywood Celebs Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ