બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની કચેરી છે કે દલાલનો અડ્ડો! સામેની દુકાનોમાં ફૉર્મ અને સાક્ષીનો 'વહીવટ', 500 આપો તો બતાવે છે ડાયરેક્ટ ખેલ

એજન્ટ રાજ / અમદાવાદની કચેરી છે કે દલાલનો અડ્ડો! સામેની દુકાનોમાં ફૉર્મ અને સાક્ષીનો 'વહીવટ', 500 આપો તો બતાવે છે ડાયરેક્ટ ખેલ

Last Updated: 07:47 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પૂર્વ વિસ્તાર વટવાના ચાવડીમાં એજન્ટ રાજ ચાલે છે. અહીં આવકના દાખલાનું ફોર્મ સરકારી કચેરીના બદલે કચેરીના 50 મીટરના અંતરમાં આવેલી ઝેરોક્ષની દુકાને મળી રહ્યું છે

રાજ્યમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના બહાર પાડી છે. જેનો લાભ લેવા માટે આવકના દાખલાની જરૂર પડે છે. જેથી સરકારી કચેરીઓમાં આવકનો દાખલો કઢાવવા માટે ભીડ જોવા મળી રહી છે.

GOCVY

સરકારી કચેરીમાં એજન્ટ રાજ

આ તમામ વચ્ચે અમદાવાદની સરકારી કચેરીઓમાં દલાલ સક્રિય થયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર વટવાના ચાવડીમાં એજન્ટ રાજ ચાલે છે. અહીં આવકના દાખલાનું ફોર્મ સરકારી કચેરીના બદલે કચેરીના 50 મીટરના અંતરમાં આવેલી ઝરોક્ષની દુકાને મળી રહ્યું છે. દલાલો આ દાખલાનું ફોર્મ 20 રૂપિયામાં આપે છે. સાથે ફોર્મ ભરવા માટે અરજદાર પાસેથી વધારાના રૂપિયા પણ ખંખેરે છે.

PROMOTIONAL 10

સરકારી કર્મચારી અને એજન્ટની સાંઠગાંઠ?

સરકારી કચેરીમાંથી પણ ઝેરોક્ષની દુકાનેથી દાખલાાનું ફોર્મ લેવાની ફરજ પાડવામાં આવે છે. જેથી કચેરીમાં બેસતા અધિકારી અને દલાલો વચ્ચે સાંઠગાંઠ હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આમ વટવા ચાવડીમાં દાખલો સરકારી કચેરીમાં મળે, ફોટો સરકારી કચેરીમાં પડે, ચકાસણી અને સહી પણ સરકારી કચેરીમાં થાય, પરંતુ ફોર્મ લેવા અને ભરવાની પ્રક્રિયા બહાર રૂપિયા આપીને થઈ રહી છે. એટલે કે અડધી કચેરી બહાર ચાલે છે. જેનો ખુલાસો અરજદાર અને એજન્ટે કર્યો છે.

આ પણ વાંચો: સ્ટેટ GSTના ઉત્તર ગુજરાતમાં મોટાપાયે દરોડા, 9 પેઢીમાં તપાસ, 392 કરોડના બોગસ બિલનો ભાંડફોડ

સળગતા સવાલ

સરકારી કચેરીમાં કેમ નથી આવકના દાખલાના ફોર્મ?

ઝેરોક્ષની દુકાને મળે તો કચેરીમાં કેમ નહીં?

લોકોને ફોર્મ વેચાતું લેવા કેમ કરવામાં આવે છે મજબૂર?

લોકોની ભીડ ધ્યાનમાં રાખી ફોર્મ વધુ કેમ ન રખાયા?

ઝેરોક્ષની દુકાનની કમાણીમાં સરકારી અધિકારીને કેટલા મળશે?

કચેરીમાં ફોર્મની ઝેરોક્ષ કેમ નથી નીકળતી?

સરકારી અધિકારી અને એજન્ટો લોકોના ખિસ્સા ખંખેરવાનું ક્યારે બંધ કરશે?

સામાન્ય લોકોના ખિસ્સા ક્યાં સુધી ખંખેરવામાં આવશે?

એજન્ટો અને સરકારી કર્મચારી વચ્ચે સાંઠગાંઠ છે?

એજન્ટો સરકારી કર્મચારીને ફોર્મ માટે રૂપિયા આપે છે?

સરકારી કર્મચારીઓ ઝેરોક્ષ વાળાને કેમ કરાવે છે કમાણી?

લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે તો વળતરરૂપે ફોર્મ કેમ નથી અપાતા?

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Office Corruption Government Office Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ