બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Kalki 2898 AD ફિલ્મમાં દિપીકાનું પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફીદા

બોલિવૂડ / Kalki 2898 AD ફિલ્મમાં દિપીકાનું પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફીદા

Last Updated: 05:03 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિલ્વર સ્ક્રીન પર હિટ થયેલી આ જબરદસ્ત ફિલ્મ ફરી એકવાર દીપિકાની એક્ટિંગની પ્રશંસા થઇ રહી છે

'કલ્કી 2898 એડી'ના શાનદાર ટ્રેલર લોન્ચ થયા પછી દર્શકો, ઇડસ્ટ્રી ઇનસાઇડર, ક્રિક્ટિક્સ અને સ્ટાર કાસ્ટના ચાહકોમાં આ ફિલ્મ વિશે ભારે ઉત્સુકતા હતી. આજે સિલ્વર સ્ક્રીન પર હિટ થયેલી આ જબરદસ્ત ફિલ્મ ફરી એકવાર દીપિકાની એક્ટિંગની પ્રશંસા થઇ રહી છે, જેની અસર દરેક જગ્યાએ દેખાઈ રહી છે.

ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો, વિવેચકો અને પ્રેક્ષકો બધા આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં દીપિકાના શાનદાર અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન અને પ્રભાસ જેવા દિગ્ગજ સ્ટાર્સે દીપિકા સાથે સ્ક્રીન શેર કરી છે. દીપિકાના શાનદાર અભિનયને કારણે કેટલાક ક્રિટિક્સએ તેને ફિલ્મનો આત્મા પણ ગણાવી છે.

દીપિકાએ ટૂંકી હેરસ્ટાઇલ અને ન્યૂનતમ મેક-અપ સાથે સ્ક્રીન પર વાસ્તવિક અને પાવરફુલ એનર્જીનું ચિત્રણ કર્યું છે, જે ફિલ્મમાં ખૂબ જ નોંધપાત્ર છે. તેના સામાન્ય ગ્લેમરસ અને પોલીશ્ડ લુકથી અલગ તેણીના આ લુકને તેના ફોલોઅર્સ તરફથી વખાણ મળી રહ્યા છે અને તેમનામાં ઉત્સુકતા ઉભું કરી રહ્યું છે.

દીપિકાના વખાણ કરતાં તરણ આદર્શે તેના રિવ્યુમાં લખ્યું, "દીપિકા પાદુકોણ શાનદાર છે, પોતાનું પાત્ર તેણે અધિકાર અને ઉત્સાહથી ભજવ્યુ છે," જ્યારે પિંકવિલાએ કહ્યું, "દીપિકા પાદુકોણને એક મજબૂત પાત્ર મળ્યું છે અને તે ફિલ્મનો આત્મા છે. તેણે ઉત્તમ અભિનય કર્યો છે અને યોગ્ય લાગણીઓ દર્શાવી છે."

પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા દીપિકા પાદુકોણના એક ચાહકે ટ્વીટ કર્યું, "Omg #DeepikaPadukone ને સુમતિ (સુમ 80) તરીકે સમગ્ર વિશ્વમાંથી પ્રેમ અને બિનશરતી સમર્થન મળી રહ્યું છે..."

એક નેટીઝને લખ્યું, "#દીપિકા પાદુકોણે તેની અદ્ભુત સ્ક્રીન પ્રેજેંસ સાથે શો પોતાના નામે કરી લીધો છે". બીજાએ લખ્યું, "@deepikapadukone સિવાય અન્ય કોઈએ આ પાત્ર આટલી શાનદાર રીતે ભજવ્યું નહી હોય."

પોતાની ખુશી વ્યક્ત કરતા અન્ય એક પ્રશંસકે કહ્યું, “જ્યારે હું આજે સવારે ઉઠ્યો અને જોયું કે ડીપીને કલ્કીની ખૂબ પ્રશંસા મળી રહી છે

પોતાની ખુશી વ્યક્ત કરતા અન્ય એક પ્રશંસકે કહ્યું, “જ્યારે હું આજે સવારે ઉઠ્યો અને જોયું કે ડીપીને કલ્કીની ખૂબ પ્રશંસા મળી રહી છે, ત્યારે હું ખૂબ જ ખુશ અને લાગણીશીલ બની ગયો હતો. આનાથી મારો ફિલ્મ જોવાનો ઉત્સાહ વધુ વધ્યો. તે ખરેખર ભારતીય સિનેમાની રાણી છે.

#DeepikaPadukone #Kalki28989AD”

દીપિકાના વખાણ કરતાં, એક ઉત્સાહી ચાહકે કહ્યું, "પ્રી ઈન્ટરવલ ક્વીન દીપિકાપદુકોણની સ્ક્રીન પર દેવીની હાજરી છે."

બોલિવૂડના એક પ્રશંસકે લખ્યું, “દીપિકા પાદુકોણની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સ ઘણા મુખ્ય કલાકારો કરતાં વધુ સારી છે. તે એક અદ્ભુત કલાકાર છે. ”

'કલ્કી 2898 એડી' સાથે દીપિકા નવા ક્ષેત્રમાં પગ મૂક્યો છે, આ સાથે અભિનેત્રી વિવિધ ભૂમિકાઓને સુંદર રીતે સ્વીકારવાની તેની ક્ષમતાનું પ્રદર્શન કરતી જોવા મળે છે. 'કલ્કી 2898 એડી'માં દીપિકાના દમદાર એક્ટિગ અને બદલાવએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતીય સિનેમાની વર્સેટાઇલ અભિનેત્રી છે. તેના અભિનય અને સ્ક્રીન પ્રેજેંસ માટે તેની પ્રશંસા થાય છે, ખાસ કરીને 'જવાન', 'પઠાણ' અને 'ફાઇટર' જેવી હિટ ફિલ્મો આપવા માટે તેની પ્રસંશા થઇ રહી છે.

Website Ad 3 1200_628

વધુ વાંચોઃ ફિલ્મ રિલીઝ થતા જ સોશ્યલ મીડિયા પર કલ્કિ ટ્રેન્ડમાં, ધડાધડ યુઝર્સના રિએક્શન શરૂ

'કલ્કી 2898 એડી' વિશે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રભાસ-દીપિકા સ્ટારર આ ફિલ્મ સમય સાથે વધુ સારી બનશે. તે બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prabhas Kalki 2898 AD DeepikaPadukone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ