બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આશા ભોસલેના પગ ધોઈ ચુંબન કરતા જોવા મળ્યા સોનું નિગમ, લોકોએ કહ્યું- નાટકની પણ સીમા હોય

મનોરંજન / આશા ભોસલેના પગ ધોઈ ચુંબન કરતા જોવા મળ્યા સોનું નિગમ, લોકોએ કહ્યું- નાટકની પણ સીમા હોય

Last Updated: 12:49 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonu Nigam Washes Asha Bhosle Feet: બોલિવુડના ફેમસ સિંગર સોનુ નિગમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી રહ્યો છે. જેમાં તે ખૂબ જ મગ્ન થઈને મહાન સિંગર આશા ભોસલેના પગ ધોતા જોવા મળી રહ્યા છે.

બોલિવુડના શાનદાર સિંગરમાંથી એક સોનુ નિગમને પોતાના અવાજના કારણે ખૂબ જ પ્રેમ મળે છે. આ સમયે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સોનૂ સંગીતની દુનિયાના લેજન્ડ આશા ભોસલેના પગ ધોતા જોવા મળી રહ્યા છે. પગ ધોતા પહેલા જે પ્રકારે તે તળીને તેમના પગને પોતાના માથા પર લગાવે છે. તેણે દરેકનું દિલ જીતી લીધુ છે.

બાયોગ્રાફી લોન્ચ

જણાવી દઈએ કે દેશની ફેમસ સિંગર આશા ભોસલેની બાયોગ્રાફી 'સ્વરસ્વામિની આશા'નું લોન્ચિંગ હતું. આ બુક લોન્ચિંગમાં ઘણા દિગ્ગજ પહોંચ્યા હતા. જેમાંથી ઘણા બોલિવુડ સેલેબ્રિટીઝ પણ હતા. સ્ટેજ પર આશા ભોસલેની સાથે સોનુ નિગમ પણ જોવા મળ્યા.

PROMOTIONAL 8

પગને ધોયા અને ચુંબન કર્યું

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં સોનુ નિગમ આશા ભોસલેના પગની પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે. સોનું પહેલા વાસણ અને ગુલાબની પાંખડીઓ વાળા જળુ જળ મંગાવે છે. પહેલા સોનું આશા ભોસલેના પગનુ ચુંબન કરે છે અને પછી તેમના પગમાં નમતા જોવા મળી રહ્યા છે. તેની સાથે જ અમુક મંત્રોચ્ચારણ પણ સંભળાઈ રહ્યા છે. આ વીડિયોએ લોકોના દિલને સ્પર્શી લીધા છે.

શું કર્યું સોનુંએ?

આ બુલ લોન્ચના અવસર પર સોનુ નિગમે કહ્યું, "દેવી મા પ્રણામ, હું બિલકુલ કંઈ ન હતો કહેવા માંગતો પરંતુ મને કહેવામાં આવ્યું છે તો હું કહેવા માંગું છું કે આજે સીખવા માટે ઘણા સાધન છે. પરંતુ જ્યારે શીખવા માટે કંઈ ન હતું તે લતા જી અને આશા જી હતા. આ લોકોએ જ આખી દુનિયાને ગીત શીખવાડ્યા છે.

વધુ વાંચો: WhatsAppનું નવું ફીચર તમે વાપર્યું, જે માંગો તે મળશે, જાણી લો રીત

લોકોએ કરી નાખ્યા ટ્રોલ

આ વીડિયો પર જ્યાં ઘણા લોકો સોનુંના વખાણ કરી રહ્યા છે ત્યાં જ અમુક લોકો નારાજ પણ જોવા મળી રહ્યા છે. અમુક લોકો કહેતા જોવા મળી રહ્યા છે- દરેક જગ્યા પર તેમને દેખાડો કરવો હોય છે. ત્યાં જ અમુક લોકો કહી રહ્યા છે- ત્યાં મોહન ભાગવત પણ બેઠા છે તેમના પગ ધોઈ લો. એવા પણ ઘણા લોકો છે જે તેને નોનસેન્સ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- નાટકની પણ સીમા હોય છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rose Water Asha Bhosle Sonu Nigam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ