બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kalki 2898 AD: દિપીકા-પ્રભાસની ફિલ્મનું છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે કરી તોતિંગ કમાણી

બોક્સ ઓફિસ / Kalki 2898 AD: દિપીકા-પ્રભાસની ફિલ્મનું છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે કરી તોતિંગ કમાણી

Last Updated: 10:18 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ Kalki 2898 ADનો પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો ડેટા સામે આવ્યો છે. ફિલ્મે પહેલા દિવસે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

Kalki 2898 AD આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસનની ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ જ સારી ઓપનિંગ મળી છે. રિલીઝના પહેલા દિવસે, ફિલ્મે તમામ ભારતીય ભાષાઓમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ થઈ એના થોડા કલાકોમાં જ આ ફિલ્મના રિવ્યુ આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં કેટલીક કમીઓ હોવા છતાં પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

પહેલા દિવસે ફિલ્મે ભારતમાં કેટલી કમાણી કરી?

અહેવાલ મુજબ, ફિલ્મ Kalki 2898 ADએ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ભારતમાં 95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેમાં તેલુગુમાં 64.5 કરોડની કમાણી, તમિલમાં 4 કરોડની કમાણી, હિન્દીમાં 24 કરોડ, કન્નડમાં 0.3 કરોડ અને મલયાલમમાં 2.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા જ દિવસે લગભગ 180 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

PROMOTIONAL 7

કલેકશનના મામલે આ ફિલ્મોને છોડી પાછળ

પહેલા જ દિવસે અદ્ભુત બોક્સ ઓફિસ કલેક્શન સાથે, Kalki 2898 AD એ KGF 2 (રૂ. 159 કરોડ), સલાર (રૂ. 158 કરોડ), લીઓ (રૂ. 142.75 કરોડ), સાહો (રૂ. 130 કરોડ) અને જવાનના (રૂ. 129 કરોડ) વૈશ્વિક કલેક્શનના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો, RRR અને બાહુબલી 2એ હજુ પણ પહેલા અને બીજા સ્થાન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. RRR એ વિશ્વભરમાં 223.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને બાહુબલી 2 એ પહેલા દિવસે 214 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વધુ વાંચો: Kalki 2898 AD ફિલ્મમાં દિપીકાનું પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફીદા

કમલ હાસન ખલનાયકની ભૂમિકામાં

Kalki 2898 AD ફિલ્મમાં પ્રભાસ ભૈરવનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનના ફાઈટ સીનની પણ ટ્વિટર પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનની સાથે દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ જોવા મળશે. આ ફિલ્મમાં કમલ હાસને વિલનની ભૂમિકા ભજવી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalki 2898 AD Kalki 2898 AD Box Office Collection Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ