બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સોનાક્ષી સિન્હાએ શેર કર્યો લગ્નનો Inside Video, જુઓ પહેલી ઝલકનો અનસીન વીડિયો
Last Updated: 03:26 PM, 27 June 2024
23 જૂને કોર્ટ મેરેજ અને ભવ્ય રિસેપ્શન બાદ સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઈકબાલની વીડિયો અને તસવીરો હજુ પણ સામે આવી રહ્યા છે. લગ્ન બાદ નવપરિણીત યુગલની કેટલીય તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય હમણાં જ સોનાક્ષી સિન્હાએ પોતાના લગ્નનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો તેના કોર્ટ મેરેજનો છે. આ વીડિયો જોઈને ચાહકો પ્રેમ વરસાવતા જોવા મળે છે. 7 વર્ષ સુધી સંબંધોમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કર્યા છે. એક બીજાના થવાની ખુશી દુલ્હા-દુલ્હનના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. જુઓ વીડિયો
ADVERTISEMENT
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કોર્ટ મેરેજ કરી લીધા છે. જેમાં તેમના પેરેન્ટ્સ પણ કપલની સાથે હાજર રહ્યા. આ કોર્ટ મેરેજ સોનાક્ષીના બાંદ્રા વાળા ઘરમાં થયા. આ દરમિયાન પરિવારના સભ્યો સિવાય કેટલાક મહેમાનો પણ હાજર હતા. બંનેના લગ્નમાં ફિલ્મી સ્ટાર્સ પણ શામેલ થયા હતા. જેના બાદ દાદરના બેસ્ટિયનમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું. સોનાક્ષી સિન્હાના લગ્નની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે.
ADVERTISEMENT
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી બોલિવૂડ સ્ટાઈલમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી. બે દિવસથી સોશિયલ મીડિયા પર ફક્ત સોનાક્ષી-ઝહીરના લગ્ન અને ખાસ કરીને રિસેપ્શન પાર્ટીની ચર્ચા ચાલી રહી છે.
વધુ વાંચો: ફિલ્મ રિલીઝ થતા જ સોશ્યલ મીડિયા પર કલ્કિ ટ્રેન્ડમાં, ધડાધડ યુઝર્સના રિએક્શન શરૂ
નોંધનીય છે કે ગઈકાલે દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ પણ તેમની પુત્રીના લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, જેમાં બ્રાઈડલ એન્ટ્રીની ઝલક અને લગ્નમાં તેમના દ્વારા કરવામાં આવેલી વિધિઓ પણ જોવા મળી હતી. આ તસવીરોને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.