બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / સ્ટોરમાં ઘૂસીને અજાણ્યા શખ્સે ફાયરિંગ કરતા અમેરિકામાં ભારતીય યુવકનું મોત, સિગારેટનું પેકેટ બન્યું મોતનું કારણ!

ગન કલ્ચર / સ્ટોરમાં ઘૂસીને અજાણ્યા શખ્સે ફાયરિંગ કરતા અમેરિકામાં ભારતીય યુવકનું મોત, સિગારેટનું પેકેટ બન્યું મોતનું કારણ!

Last Updated: 11:33 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Firing Latest News : રોજગાર અર્થે એક ભારતીય યુવક પોતાનું વતન છોડી અને અમેરિકા ગયો અને સ્ટોરમાં થયેલ ગોળીબારમાં થયું મોત

America Firing : અમેરિકામાં ફરી ગન કલ્ચર બેફામ બન્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રોજગાર અર્થે એક ભારતીય યુવક પોતાનું વતન છોડી અને અમેરિકા ગયો હતો. જોકે અહીં એક સ્ટોરમાં થયેલ ગોળીબારમાં યુવકનું મોત થયું છે. વિગતો મુજબ અમેરિકામાં સિગારેટનું પેકેટ વ્યક્તિના મોતનું કારણ બન્યું. મૃત્યુ પામનાર વ્યક્તિ ભારતનો રહેવાસી છે. તેને માત્ર સિગારેટના પેકેટ માટે ગોળી મારી દેવામાં આવી હતી. આનાથી સાબિત થાય છે કે, અમેરિકામાં ગન કલ્ચર કેટલું પ્રચલિત છે. મૃતકનું નામ દશારી ગોપીકૃષ્ણ છે જેઓ યુએસ સુપરમાર્કેટમાં કામ કરતા હતા.

વિગતો પ્રમાણે 32 વર્ષીય ગોપીકૃષ્ણ શનિવારે બપોરે સ્ટોરના કાઉન્ટર પર હતા. આ દરમિયાન એક અજાણ્યો હુમલાખોર સ્ટોરમાં ઘૂસી ગયો હતો અને ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે સિગારેટનું જે પેકેટ જોઈતું હતું તે લીધું અને ચાલ્યો ગયો. આ ફાયરિંગમાં કાઉન્ટરમાં હાજર ગોપીકૃષ્ણ ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયા હતા. જે બાદ લોકો તેને કોઈ રીતે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં હુમલાખોર ફાયરિંગ કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

નોકરી માટે અમેરિકા ગયા ગોપીકૃષ્ણ અને મળ્યું મોત

ગોપીકૃષ્ણ આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના કર્લાપાલેમ મંડલના યઝાલીના રહેવાસી હતા. રોજગાર અર્થે તે ઘર છોડીને પત્ની અને દોઢ વર્ષના પુત્ર સાથે અમેરિકા ગયા હતા અને અહીં તેઓ સંબંધીના ઘરે રહેતા હતા. ગોપીકૃષ્ણ અરકાનસાસમાં એક સુપરમાર્કેટમાં કામ કરતા હતા તેમના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છે. તેમની પત્નીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંધ્રપ્રદેશના CMએ પરિવારને મદદની ખાતરી આપી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગોપીકૃષ્ણના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારને તમામ શક્ય મદદની ખાતરી પણ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, રાજ્ય સરકાર ગોપીકૃષ્ણના નશ્વર દેહને સ્વદેશ લાવવા માટે તમામ શક્ય મદદ કરશે. સરકાર તેમના પરિવાર સાથે છે. આ સાથે તેમણે પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

વધુ વાંચો : કેનેડાના સામાન્ય કૉફી હાઉસમાં નોકરી મેળવવા યુવાનોની પડાપડી, ભારતીયો પણ સામેલ! જુઓ વાયરલ Video

હ્યુસ્ટનમાં ભારતીય દૂતાવાસે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે . દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે કહ્યું છે કે, ગોપીકૃષ્ણના નિધનની ઘટના ખૂબ જ દુઃખદ છે. દૂતાવાસે પણ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સ્થાનિક પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Firing Indian Killed Gun cultures America Firing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ