બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારો મોબાઈલ ચોરી થાય તો ચિંતા ન કરશો, ફટાફટ કરો આ 3 કામ

કામની વાત / તમારો મોબાઈલ ચોરી થાય તો ચિંતા ન કરશો, ફટાફટ કરો આ 3 કામ

Last Updated: 04:50 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mobile Stolen: શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર ચાલતા ચાલતા કોઈ તમારો Mobile Snatch કરી ગયું તો તમે શું કરશો? પોલીસ સ્ટેશન જતા પહેલા પણ અમુક એવા જરૂરી કામ છે જેને તમારે તરત જ કરી લેવા જરૂરી છે. જાણો તેના વિશે.

હવે એવો સમય આવી ગયો છે કે રસ્તા પર ચાલવું પણ સુરક્ષીત નથી. એવામાં જો મોબાઈલ સ્નેચિંગની ઘટના બને તો સૌથી પહેલા શું કરવું તેને લઈને લોકોમાં કન્ફ્યુઝન હોય છે. મોબાઈલ ચોરી થવા બાદ સૌથી પહેલા તમારે ટેલીકોમ ઓપરેટરને કોલ કરવો જોઈએ. તમારો ફોન ચોરી થઈ ગયો છે તો પોતાની આસપાસ કોઈ એવા વ્યક્તિનો ફોન માંગો જેમની પાસે તેજ કંપનીનો નંબર હોય અને પછી તે નંબરથી કસ્ટમર કેર પર કોલ કરો.

Mobile Phone 03

ઉદાહરણ તરીકે તમારી પાસે Reliance Jioનો નંબર હતો તો એવા કોઈ વ્યક્તિનો ફોન લો જેની પાસે જીયોનો નંબર હોય. કોલ કર્યા બાદ પોતાનો નંબર જણાવો જે ફોનમાં હતો અને પછી કસ્ટમર કેર વાળો વ્યક્તિ તમને અમુક જરૂરી સવાલ પુછશે તે સવાલોના જવાબ આપો. તમારો નંબર બંધ કરી દેવામાં આવશે.

PROMOTIONAL 8

આ રીતે બ્લોક કરો ચોરી કરેલો ફોન

મોબાઈલ ચોરી થયા બાદ મોબાઈલ નંબર બ્લોક તો કરી દીધો પરંતુ ફોનને બ્લોક કરેવી રીતે કરવો? દરેક ફોનનો એક યુનિક IMEI નંબર હોય છે. IMEI નંબર બ્લોક કર્યા બાદ જેણે ફોન ચોરી કર્યો છે તેના માટે તમારો ફોન ફક્ત એક ડબ્બો બનીને રહી જશે.

IMEI નંબર બ્લોક થયા બાદ કોઈ પણ બીજુ સિમ ફોનમાં કામ નથી કરતું. જાણો તમે IMEI નંબર બ્લોક કેવી રીતે કરી શકો છો? સરકારે લોકોની સુવિધા માટે એક વેબસાઈટ તૈયાર કરી છે. આ સાઈટની મદદથી તમે સરળતાથી આ કામને કરી શકો છો.

Mobile Phone 04

IMEI નંબર બ્લોક કરવા માટે https://www.ceir.gov.in/Home/index.jsp પર જાઓ. સાઈટના હોમપેજ પર લેફ્ટ સાઈડમાં Block Stolen/Lost Mobile ઓપ્શન પર ક્લિક કરો.

IMEI નંબરને બ્લોક કરવું જરૂરી

આ ઓપ્શન પર ટેક કર્યા બાદ અલગથી પેજ ખુલસે જેમાં લખવામાં આવ્યું હશે કે ચોરી થયેલા ફોનને બ્લોક કરવાની રિક્વેસ્ટ કરો. આ પેજ પર અમુક જરૂરી જાણકારી ભરવાની રહેશે.

સૌથી પહેલા ફોન સાથે જોડાયેલી જાણકારી આપવી જોઈએ. તેના બાદ તમારો ફોન ક્યાં ચોરી થયો અને કયા રાજ્યમાં ચોરી થયો તમને તે વાતની જાણકારી આપવાની રહેશે.

smart-phone-1

IMEI નંબરને આ રીતે કરો બ્લોક

તેના બાદ અમુક પર્સનલ જાણકારી આપવી પડશે. બધી ડિટેલ્સ ભર્યા બાદ Declaration પર ટિક કરો અને પછી સબમિટ બટનને દબાવો. બધા સ્ટેપ્સને ફોલો કર્યા બાદ તમારા ફોનને બ્લોક કરી દેવામાં આવશે.

વધુ વાંચો: દરરોજ સવારે ખાલી પેટ પીવો તુલસી-આદુનું પાણી, પાચન સહિતની ઘણી સમસ્યામાંથી છૂટકારો

FIR નોંધાવો

ઉપર આપેલા જરૂરી કામ પુરા કર્યા બાદ ફોન ચોરી થયો તે લોકેશન પર નજીકના પોલીસ સ્ટેશન જાઓ અને FIR નોંધાવો. FIRની કોપી હંમેશા સંભાળીને રાખો કારણ કે આ રિપોર્ટમાં મોબાઈલ ફોનનું મોડલ, ફોનનો રંગ અને IMEI નંબર જેવી જરૂરી જાણકારી લખેલી હશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Block Lost Mobile Phone Mobile Stolen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ