બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રો-હિટ શર્માએ ફિફ્ટી જડી બનાવ્યો અનોખો રેકોર્ડ, પહેલો ભારતીય કપ્તાન, ધોનીની આ ક્લબમાં પણ સામેલ

સ્પોર્ટ્સ / રો-હિટ શર્માએ ફિફ્ટી જડી બનાવ્યો અનોખો રેકોર્ડ, પહેલો ભારતીય કપ્તાન, ધોનીની આ ક્લબમાં પણ સામેલ

Last Updated: 08:07 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024 IND Vs ENG: ઈંગ્લેન્ડના સામે સેમીફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચી નાખ્યો છે. રોહિત એવા પહેલા ભારતીય કેપ્ટન છે જેમણે ટી20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં 50 કે તેનાથી વધારે રન બનાવ્યા છે.

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ના બીજા સેમીફાઈનલમાં 27 જૂને ભારતનો સામનો ઈંગ્લેન્ડ સાથે થયો. બન્ને ટીમોની વચ્ચે આ મેચ ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રીકા સાથે ટકાવવા જઈ રહી છે. સાઉથ આફ્રીકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ફાઈનલ મેચ 29 જૂને બ્રિજટાઈનમાં રમાવાની હતી.

rohit-sharma

રોહિતે ફિફ્ટી મારી રચ્યો ઈતિહાસ

ઈંગ્લેન્ડના સામે સેમીફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર હાફ સેન્ચુરી મારી. રોહિત એવા પહેલા ભારતીય કેપ્ટન છે જેમણે ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં 50 કે તેનાથી વધારે રન બનાવ્યા છે. રોહિતે 39 બોલ પર 57 રન બનાવ્યા. જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા શામેલ છે.

PROMOTIONAL 10

રોહિતે આ ઈનિંગ વખતે કેપ્ટન તરીકે પોતાના 5000 રન પૂરા કર્યા. રોહિત આમ કરનાર પાંચમા ભારતીય કેપ્ટન છે. રોહિત આ પહેલા વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ અઝહરૂદ્દીન અને સૌરવ ગાંગુલી આ ઉપલબ્ધિ હાસિલ કરી શક્યા હતા.

વિરાટ આ યાદીમાં ટોપ પર

વિરાટ કોહલી આ યાદીમાં ટોપ પર છે. કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે કુલ 213 મેચોમાં 12883 રન બનાવ્યા છે. ત્યાં જ એમએસ ધોની 11207 રનો સાથે આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. ત્યાર બાદ મોહમ્મદ અઝહરૂદ્દીન અને સૌરવ ગાંગુલીનો નંબર આવે છે.

virat-kohli

વધુ વાંચો: નખત્રાણાની બજારમાં નદીઓ વહી, સૌરાષ્ટ્રમાં સર્વત્ર અનરાધાર, જુઓ વરસાદની ટાઢક આપતી તસવીરો

જણાવી દઈએ કે રોહિત શર્માને વર્ષ 2021માં મર્યાદિત ઓવર્સ ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા હતા. પછી જાન્યુઆરી 2022માં વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટન્સીથી હટાવ્યા બાદ તેમને ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 IND Vs ENG Rohit Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ