બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Mahamanthan / ધારાસભ્ય, સાંસદની જેમ પંચાયત પ્રમુખને ગ્રાન્ટ મળવાનો સૂર કેમ ઉઠ્યો? શું ગામના કામ ઝડપી થશે?

મહામંથન / ધારાસભ્ય, સાંસદની જેમ પંચાયત પ્રમુખને ગ્રાન્ટ મળવાનો સૂર કેમ ઉઠ્યો? શું ગામના કામ ઝડપી થશે?

Last Updated: 10:01 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પ્રદેશ પંચાયત પરિષદ અસ્તિત્વમાં છે અને આ જ પરિષદે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં પંચાયત પરિષદે જે તે જિલ્લા કે તાલુકા પંચાયતના પ્રમુખ માટે ગ્રાન્ટની માગ કરી છે

વિકાસકાર્યોની શરૂઆત નાના સ્તરથી આગળ વધે અને મોટા સ્તર સુધી પહોંચે. ભારતીય વ્યવસ્થામાં નાનું સ્તર એટલે સાદી સમજણ મુજબ ગામ. ગ્રામ સ્વરાજ કે પંચાયતી રાજ વ્યવસ્થા ગુજરાતે જે રીતે મજબૂત કરી છે તે દેશની સામે સારામાં સારુ ઉદાહરણ છે. ગામ, તાલુકા કે જિલ્લામાં સુચારુ વ્યવસ્થાનો આધાર પંચાયત ઉપર છે. અને આ જ પંચાયત અત્યારે ચર્ચામાં આવી છે. રાજ્યમાં પ્રદેશ પંચાયત પરિષદ અસ્તિત્વમાં છે અને આ જ પરિષદે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં પંચાયત પરિષદે જે તે જિલ્લા કે તાલુકા પંચાયતના પ્રમુખ માટે ગ્રાન્ટની માગ કરી છે. પંચાયત પરિષદ એવુ માને છે કે સાંસદ કે ધારાસભ્યને જેમ ગ્રાન્ટ મળે છે તેમ જ તાલુકા કે જિલ્લા પંચાયતના પ્રમુખને જિલ્લાના વહીવટીતંત્રના વિવેક મુજબની ગ્રાન્ટ મળે જેથી ગ્રામ્ય સ્તરના નાના-મોટા કામ પંચાયત સ્તરેથી જ થઈ જાય. મોટેભાગે ગામમાં નાના-મોટા કામ માટે ઝઘડા થયા હોય, સરપંચ કે જિલ્લા પંચાયત પ્રમુખ સાથે માથાકૂટ થઈ હોય તેવા નાના-મોટા કિસ્સા અનેકવાર આપણે સાંભળીએ જ છીએ.

અત્યારે પંચાયતના વિવિધ વિભાગો પાસે વહીવટી પ્રક્રિયાથી ફંડ આવે છે પરંતુ ગામડાનો નાનામા નાનો માણસ પોતાની રજૂઆત અંતે તે જે તે તાલુકા કે પંચાયતના પ્રમુખને કરે છે અને જ્યારે કામની વાત આવે છે ત્યારે પ્રમુખ પાસે એવી કોઈ સત્તા નથી કે જે ગામના નાના-મોટા કામ કરાવી શકે. કારણ કે તાલુકા કે જિલ્લા પંચાયતનો પ્રમુખ જ્યારે ગ્રામ્ય સ્તરના કામ માટે આગળ રજૂઆત કરે છે ત્યારે એનો નિવેડો આવતા ઘણું મોડું થઈ જાય છે. પંચાયત પરિષદનો બહુ સરળ તર્ક છે કે જે તે જિલ્લા કે તાલુકા પંચાયતનો વ્યાપ એક ધારાસભ્ય કે સાંસદના મતવિસ્તાર જેટલો જ છે ને સાંસદો કે ધારાસભ્ય બધી જગ્યાએ પહોંચી નહીં વળે. ત્યારે નાના-મોટા વિકાસકાર્યો માટે નજીવી રકમની પણ ગ્રાન્ટ જો પ્રમુખોને ફાળવવામાં આવે તો ગ્રામ્ય સ્તરના ઘણાં એવા કામ છે કે જેની રજૂઆત માટે આગળ જવાની જરૂરિયાત નહીં રહે. ગામના નાનામાં નાના માણસ અને વિસ્તારને સ્પર્શતા આ મુદ્દાને સમજીએ અને એ સવાલનો જવાબ મેળવીએ કે તાલુકા કે જિલ્લા પંચાયતના પ્રમુખને જો ગ્રાન્ટ મળે તો ગામનો વિકાસ ઝડપી બને કે કેમ?

આ પણ વાંચો: અમદાવાદની કચેરી છે કે દલાલનો અડ્ડો! સામેની દુકાનોમાં ફૉર્મ અને સાક્ષીનો 'વહીવટ', 500 આપો તો બતાવે છે ડાયરેક્ટ ખેલ

ગ્રાન્ટની માગ

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદનો સરકારને પત્ર છે. રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટની માગ કરી છે. જિલ્લા કે તાલુકા પંચાયતનું વિભાગ મુજબ ફંડ હોય છે. જિલ્લા કે તાલુકા પંચાયતના પ્રમુખને વ્યક્તિગત ગ્રાન્ટ મળતી નથી. પંચાયત પરિષદે સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે

PROMOTIONAL 11

પંચાયત પરિષદની રજૂઆત શું છે?

જિલ્લા કે તાલુકા પંચાયતનો વ્યાપ મોટો હોય છે

એક સંસદસભ્યનો જેટલો વિસ્તાર આવે એટલો વિસ્તાર અમારો પણ આવે છે

ધારાસભ્ય, સાંસદ દરેક જગ્યાએ પહોંચી નથી વળતા

પંચાયત સમક્ષ નાના-નાના કામ આવે છે

પંચાયત પ્રમુખ પાસે ખર્ચ કરવાની કોઈ સત્તા હોતી નથી

ધારાસભ્ય-સાંસદની જેમ અમને જોબ નંબર આપવામાં આવે

સોમ અને ગુરુવારે પંચાયત પ્રમુખે તાલુકા કે જિલ્લા મથકે બેસવાનું હોય છે

25 કે 50 હજાર રૂપિયાના કામ માટે લોકો ગામને બાનમાં લે છે

કામ માટેની મંજૂરીની વહીવટી પ્રક્રિયામાં દોઢ-બે વર્ષ લાગી જાય છે

પંચાયત પ્રમુખ પાસે થોડી ગ્રાન્ટ હોય તો નાના-મોટા કામ થઈ શકે

કલેક્ટર અમને પણ ગ્રાન્ટની ફાળવણી વિવેક મુજબ કરે

ગ્રામસભામાં વિકાસકાર્યોની રજૂઆત થતી હોય છે

વિકાસકાર્યો અટકી જાય ત્યારે બીજી ગ્રામસભામાં તેના મુદ્દે હોબાળો થતો હોય છે

ગ્રાન્ટના અભાવે પંચાયત પ્રમુખે બિનજરૂરી મહેણા-ટોણા સાંભળવા પડે છે

આ પણ વાંચો: અમદાવાદની કચેરી છે કે દલાલનો અડ્ડો! સામેની દુકાનોમાં ફૉર્મ અને સાક્ષીનો 'વહીવટ', 500 આપો તો બતાવે છે ડાયરેક્ટ ખેલ

સાંસદોને મળતા ફંડની સ્થિતિ શું?

સરકારની જ વેબસાઈટમાં તાજેતરમાં ખુલાસો થયો હતો, ગુજરાતના સાંસદો તેમને મળતા ફંડનો પૂરતો ઉપયોગ ન કરી શક્યા તેમજ સરકારે જે ફંડ ફાળવ્યું તેમાંથી ઘણું ફંડ પડતર રહ્યું છે. ચૂંટણી પહેલા ગુજરાતના 18 સાંસદોના 2022થી ફંડ ઈન્સ્ટોલમેન્ટ બાકી હતા. 8 સાંસદો એવા હતા જેના 2023-24ના ઈન્સ્ટોલમેન્ટ પડતર હતા. ADRના રિપોર્ટમાં ખુલાસો થયો કે રાજ્ય સરકારે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ નહતો કર્યો. સરકારે પ્રોગ્રેસ રિપોર્ટ ન આપ્યો માટે ફંડ રિલીઝ નહતું થયું

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchayat Grant Panchayati Raj Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ