બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કર્ણાટકમાં આંચકાજનક અકસ્માત! હાઈવે પર 13 લોકોની લાશ પડી, ટક્કર ભયાનક

દર્દનાક અકસ્માત / કર્ણાટકમાં આંચકાજનક અકસ્માત! હાઈવે પર 13 લોકોની લાશ પડી, ટક્કર ભયાનક

Last Updated: 09:38 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Road Accident: પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર દર્દનાક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત 13 લોકોના કરૂણ મોત

Haveri Road Accident: કર્ણાટકમાં શુક્રવારે (28 જૂન) એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો. આ દર્દનાક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત 13 લોકોના કરૂણ મોત થયા છે. નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કર્ણાટકના હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલરે હાઇવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી. વિગતો મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. સામે બેઠેલા લોકોના મૃતદેહ ટેમ્પો ટ્રાવેલરને ચોંટી ગયા ગયા. ઘટનાની તસવીરો પણ સામે આવી છે જેમાં રેસ્ક્યુ ટીમ પ્રવાસીને હટાવતી જોઈ શકાય છે. આ અકસ્માતમાં પ્રવાસીને ઘણું નુકસાન થયું હતું.

આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ ટ્રાવેલરની અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા છે. આ અકસ્માતમાં એક બાળકે પણ જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં પોલીસ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે જોવા મળ્યા હતા.

વધુ વાંચો : દેશમાં ચોમાસું જામ્યું! આ રાજ્યો માટે ડેન્જર આગાહી, IMDએ સચેત કર્યા

આ બધાની વચ્ચે હજી અકસ્માત પાછળનું સાચું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ટ્રાવેલરની સ્પીડ ઘણી વધારે હતી જેના કારણે તે ટ્રક સાથે અથડાઈ હતી. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે રસ્તાના કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડામણ ત્યારે જ થઈ શકે છે જ્યારે ટ્રાવેલર્સના ડ્રાઈવરનું તેના પર નિયંત્રણ ન હોય.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haveri Road Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ