બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેન રૂટ, આવ્યા ગુડ ન્યુઝ

સુવિધા / ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેન રૂટ, આવ્યા ગુડ ન્યુઝ

Last Updated: 01:32 PM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપ-ડાઉન કરતા લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. આજે મેટ્રો રૂટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ હતી.

અમદાવાદ: અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સેવાઓની શરૂઆત પહેલા આજે કમિશ્નર મેટ્રો રેલ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. ગાંધીનગર સેક્ટર એક ખાતે મેટ્રો સ્ટેશન પર કમિશ્નર મેટ્રો રેલ્સ આર કે શર્માએ ઈન્સ્પેક્શન કર્યું હતું. ઈન્સ્પેક્શનમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે ઈન્સ્પેક્શન બાદ મેટ્રો સેવાઓ અમદાવાદના મોટેરાથી શરૂઆતના તબક્કામાં સેક્ટર 1 ગાંધીનગર સુધી શરૂ થશે.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે જુલાઈથી મેટ્રો ટ્રેન શરૂ થશે. ત્યારે આજે મેટ્રો રૂટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ હતી. ગાંધીનગર સેક્ટર-1 સ્ટેશન ખાતે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી આર.કે. મિશ્રાએ ઈન્સ્પેક્શન કર્યું હતું. જણાવી દઈએ કે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે.

PROMOTIONAL 12

સેફટી ઇન્સ્પેકશન બાદ મેટ્રો ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે. ત્યારે જલ્દી જ બંને શહેરોને એક નવું નજરાણું મળશે. અને બંને શહેરો વચ્ચે અંતર ઘટશે અને અપ-ડાઉન કરતા લોકોને ઘણી રાહત મળશે. ગણતરીના દિવસોમાં જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થઈ જશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના સૌથી મહત્ત્વના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સીટી સુધીની મેટ્રોની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

વધુ વાંચો: ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું 'આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ'

ત્યારે 32 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આઈકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ માટે કામગીરી ઝડપી કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે અમદાવાદમાં સૌથી પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઈ હતી. વડાપ્રધાન મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Gandhinagar Metro Metro Trial Run Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ