બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / beets benefits for your health from losing weight

સ્વાસ્થ્ય / દરરોજ સવારે પીવો બીટનો જ્યુસ અને 15 દિવસની અંદર જુઓ કમાલ

Krupa

Last Updated: 02:58 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઇને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ, અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસૂસ કરો છો. આજે અમે તમને બીટના એવા ફાયદા જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમને કોઇ પણ પ્રકારની બિમારીઓ થશે નહીં.

જો તમે તમારા રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો તમને લોહીની ખામી થશે નહીં. આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. જણાવી દઇએ કે બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે સાથે જ આ તમને દરેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે. 

બીટનો જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે જ બીટની ઉપર ઘણા પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે જેમાં સંશોધનકર્તાએ જાણ્યું કે દરરોજ બીટના જ્યુસનું સેવન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તો બીજી બાજુ એક 2011ના રિપોર્ટ પ્રમાણએ બીટનો જ્યુસ પીવાથી ડિમેન્શિયાનું જોખમ પણ ઓછું થઇ જાય છે. વાસ્તવમાં, બીટના જ્યુસમાં ભારે પ્રમાણમાં નાઇટ્રેટ હોય છે જેના કારણે વધતી ઉંમરમાં બીટ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મગજમાં લોહીના ફ્લોને ફાસ્ટ કરે છે જેનાથી એમને ભૂલવાની બિમારી થતી નથી. 

આયરનની સાથે સાથે બીટમાં પોટેશિયમ પણ મળી આવે છે. બીટથી શરૂરમાં મોજૂદ દરેક ચીજ યોગ્ય રીતે કામ કરે છે. સાથે જ શરીરમાં પોટેશિયમની ખામીના કારણે નબળાઇ અને થાક મહેસૂસ થાય છે. એનીમિયાથી પરેશાન લોકો માટે બીટ એક વરદાન જેવું છે. એમાં મોજૂદ આયરન શરીરમાં લોહીની ખામીને દૂર કરવાની સાથે સાથે બ્લડને પ્યૂરીફાઇ પણ કરે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Beet Health lifestyle બીટ વજન Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ