બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતની ચેતનવંતી જગ્યા! સંતને થયો આભાસ, માતાજીનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો

દેવ દર્શન / ગુજરાતની ચેતનવંતી જગ્યા! સંતને થયો આભાસ, માતાજીનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો

Last Updated: 07:20 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: બોટાદ શહેરનાં છેવાડાના હરણકુઈ વિસ્તારમાં કુદરતી વાતાવરણ અને પ્રકૃતિના ખોળે વાંકિયા ધરાના ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે

બોટાદના છેવાડાના વિસ્તારમાં આવેલુ વાંકિયા ધરાના ખોડિયાર મંદિર બોટાદ શહેરનું આસ્થાનું કેન્દ્ર છે. અઢારેય વર્ણના લોકો માતાજીના ચરણે માથું નમાવી પોતાના દિવસની શરૂઆત કરે છે. બોટાદ શહેરનાં છેવાડાના હરણકુઈ વિસ્તારમાં કુદરતી વાતાવરણ અને પ્રકૃતિના ખોળે વાંકિયા ધરાના ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. સમગ્ર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર ખોડીયાર માતાજીનું મંદિર પૌરાણિક અને ઐતિહાસિક છે. વાંકિયા ધરાના ખોડિયાર માતાજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

D 3PROMOTIONAL 11

ઈતિહાસ પાંડવો કાલીન

બોટાદના શહેરનાં કુળદેવી તરીકે પૂજાતા વાંકિયા ધરાના ખોડિયાર માતાજીનો ઈતિહાસ પાંડવો કાલીન સાથે જોડાયેલો છે. હાલ જ્યાં માતાજીનું મંદિર છે, ત્યાં વર્ષો પહેલાં જંગલ હતું. જંગલમાં પાણીનો ધરો અને ખોડિયાર માતાજીની નાનકડી દેરી હતી. કરશનદાસ નામના સંત મહાત્મા આ સ્થળે આવ્યા અને બાપુને જગ્યા ચેતનવંતી હોવાનો અહેસાસ થયો હતો. કરશનદાસ બાપુ આ જગ્યાએ રોકાઈ ગયા અને માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા. સમય જતા બોટાદ શહેરના લોકો માતાજીના દર્શન કરવા આવી શ્રધ્ધાથી માથુ નમાવી પોતાના દુખની પ્રાર્થના કરતા અને ખોડિયાર માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરતા. કરશનદાસ બાપુએ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને શહેરીજનોની સેવા અને મદદથી મંદિરની સ્થાપના કરી, વાંકિયા ધરાના ખોડિયાર માતાજી નામ કરણ કરાયું. ત્યારથી વાંકિયા ધરાના ખોડિયાર મંદિર તરીકે મંદિર પ્રચલિત છે.

D 2

આ પણ વાંચો: આ દિવસે થશે 21મી સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?

બોટાદ શહેરનું આસ્થાનું કેન્દ્ર

બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં આવેલું વાંકિયા ધરાના ખોડિયાર મંદિર આજે વિશાળ મંદિર બની ગયું છે. મંદિરનું શહેરીજનોએ ટ્રસ્ટ બનાવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ દર વર્ષે 51 દિકરીઓના સમુહ લગ્ન, 51 મણ લાપસીની પ્રસાદી, ભજન, ભોજન, અને દર રવિવારે બટુક ભોજનનુ આયોજન કરે છે. ટ્રસ્ટ પશુઓને આશરો આપી ગૌશાળા પણ ચલાવે છે. બોટાદ શહેરનાં છેવાડાના હરણકુઈ વિસ્તારમાં કુદરતી સૌંદર્યમાં કુદરતના ખોળે પાંડવ કાલીન વાંકિયા ધરાના ખોડિયાર મંદિર સમગ્ર બોટાદ શહેરનું આસ્થાનું કેન્દ્ર છે.

D 5

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khodiyar Mandir Botad News Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ