બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / આરોગ્ય / નખનો કલર બદલાયેલો જોવા મળે તો ના કરો ઈગ્નોર, હોઈ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત

આરોગ્ય / નખનો કલર બદલાયેલો જોવા મળે તો ના કરો ઈગ્નોર, હોઈ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત

Last Updated: 03:29 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાયેલા નખનો કલર અનેક બીમારીનો સંકેત હોઈ શકે છે. જો તમારા નખમાં બ્રાઉન કલરના સ્પોટ દેખાય તો તેને અવોઇડ ન કરવું જોઇએ.

આપણા શરીરમાં કુદરતી રીતે એવી સિસ્ટમ ગોઠવાઈ છે કે અંદર કોઈ ગડબડી થાય તો બહાર તેના સંકેત મળી જાય છે. તાવમાં શરીર ગરમ થવું તે પણ એક સંકેત છે. આવી જ રીતે તમે નખની સ્થિતિ જોઈને કેટલીક બીમારીનો અંદાજો લગાવી શકો છો. સામાન્ય રીતે નખનો કલર આછા ગુલાબી રંગનો હોય છે અને સાથે તે સ્મૂથ અને સાઇની હોય છે. પરંતુ અસામાન્ય નખ કાળા, પીળા, ક્રેક થયેલા, કમજોર, સફેદ ડાઘવાળા હોય છે.

બદલાયેલા નખથી શું સંકેત મળે છે ?

નખ પર બ્રાઉન કલરના સ્પોટ કે લાઈન હોય તે અસામાન્ય બાબત ગણાય છે. તેને મેલોનોનાઈકિયા કહેવાય છે. તેમાં કોઈ દુઃખાવો નથી થતો, આથી લોકો તેને ઇગ્નોર કરે છે. પરંતુ આ પ્રકારના સ્પોટ અનેક બાબતના સંકેત હોઈ શકે છે. તેને નજરઅંદાજ ન કરવું જોઈએ.

આ સ્પોટ કોઈ ઇજાના કારણે પણ થયો હોઇ શકે છે. એન્ટી ફંગલ અને એન્ટીમલેરિયલ દવાઓના કારણે પણ આ સ્પોટ દેખાય છે. જો કોઈ વ્યક્તિએ કેન્સરના ઇલાજ વખતે કીમોથેરાપી કરાવી હોય તો પણ નખ આવા થઈ શકે છે.

વાઇરસ અને તેની દવાના ઉપયોગના કારણે પણ નખ પર બ્રાઉન લાઈન થઈ શકે છે

એક સ્ટડી મુજબ, જે વ્યક્તિ HIV પોઝિટિવ હોય તેના નખ પણ આવા હોઈ શકે છે. વાઇરસ અને તેની દવાના ઉપયોગના કારણે પણ નખ પર બ્રાઉન લાઈન થઈ શકે છે. નેલ સોરિયાસિસના લીધે પણ નખ પર બ્રાઉન લાઈન થાય છે. મેલોનોમા નામના સ્કિન કેન્સરના કારણે પણ આવું થઈ શકે છે. આથી નખ પર બ્રાઉન લાઈન દેખાય તો તેને ઇગ્નોર ન કરો. આ સિવાય કોઈ ફંગલ ઇન્ફેક્શનના લીધે પણ આ લક્ષણ દેખાય છે.

આ પણ વાંચોઃ વરસાદમાં AC ચલાવતા પહેલા ન કરતાં આ ભૂલો, નુકસાની જાણી પરસેવો છૂટશે

આ રીતે નખની રાખો દેખભાળ

પ્રોટીન, વિટામિન A-B, કોપર, મેગ્નેશિયમ, જિંક, સિલિકોનવાળો ખોરાક ડાયટમાં સામેલ કરો. નિયમિત રીતે ક્યૂટિકલ ઓઈલથી નખ સાફ કરો. હાથ મોઈશ્ચરાઈઝ કરતા રહો. નખને મોઢાથી કાપવાની આદત હોય તો છોડો. નખમાં કોઈ બદલાવ દેખાય તો ડૉક્ટરને મળો.

Disclaimer: અહીંયા રજૂ કરેલી વિગતો વિવિધ મીડિયા રિપોર્ટ અને ઘરેલુ નુસ્ખા મુજબની છે. જેથી તમારે આ માહિતીનું અનુકરણ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

PROMOTIONAL 7

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nail Spot On Nail Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ