બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / નખત્રાણાની બજારમાં નદીઓ વહી, સૌરાષ્ટ્રમાં સર્વત્ર અનરાધાર, જુઓ વરસાદની ટાઢક આપતી તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

મેઘસવારી / નખત્રાણાની બજારમાં નદીઓ વહી, સૌરાષ્ટ્રમાં સર્વત્ર અનરાધાર, જુઓ વરસાદની ટાઢક આપતી તસવીરો

Last Updated: 04:56 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. દાહોદમાં વરસાદી માહોલ

દાહોદ જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોની ગરમીથી રાહત મળી હતી. દાહોદ, મીરાખેડી, છાપરી, લીમડી, વરોડ, દમેળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કચ્છ પણ ખાબક્યો વરસાદ

કચ્છમાં બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. ભુજ મીરઝાપર અને સુખપર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદના પગલે રસ્તા પર પાણી પણ વહેતા થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બોટાદમાં મેઘસવારી

બોટાદ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગઢડામાં સતત 2 કલાકના વિરામ બાદ ફરી વખત વરસાદ શરૂ થયો હતો. સતત વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ

રાજકોટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરા, ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવન વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લા પંચાયત ચોક, માલવિયા ચોક, બસ સ્ટેશન, રેસકોર્સ રીંગરોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અમરેલીમાં વરસાદી માહોલ

અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. હાલ લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા છે. અસહ્ય બફારા બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગીરસોમનાથના પંથકમાં વરસાદ

ગીરસોમનાથ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. તાલાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. તાલુકાના ધાવા ગીર, સુરવા, જામ્બુર, જસાધારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Rainfall Update Gujarat Rainfall

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ