બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિવારના દિવસે ભુલથી પણ ન કરો આ કામ, શનિદેવ થઈ જશે નારાજ, થઈ શકે છે મોટુ નુકસાન

ધર્મ / શનિવારના દિવસે ભુલથી પણ ન કરો આ કામ, શનિદેવ થઈ જશે નારાજ, થઈ શકે છે મોટુ નુકસાન

Last Updated: 02:19 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shaniwar Niyam: શનિવારનો દિવસ ભગવાન શનિનો દિવ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે અમુક કાર્યો કરવાથી બચવા જોઈએ નહીં તો શનિદેવની કૃપા નથી મળતી.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારના દિવસ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમ પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન ન કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે. આવો જામીએ કે શનિવારના દિવસે કયું કામ કરવાથી ભારે નુકસાન થવાની સંભાવના છે.

શનિવારના દિવસે ન કરો આ ભુલો

shani-dev-final

લોખંડની વસ્તુ

શનિવારના દિવસે ભુલથી પણ લોખંડની કોઈ વસ્તુ ન ખરીદવી જોઈએ. શનિવારના દિવસે લોખંડ ખરીદવું અશુભ મનવામાં આવે છે. લોખંડ શનિની ધાતુ છે. માન્યતા છે કે શનિવારના દિવસે લોખંડ ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે.

તેલ

શનિવારના દિવસે તેલ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે સરસવનું તેલ ખરીદવાથી જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. શનિવારના દિવસે સરસવનું તેલ ખરીદવું રોગકારક માનવામાં આવે છે.

shani-dev-1

અડદની દાળ

શનિવારના દિવસે અડદની દાળ ન ખરીદવી જોઈએ. જો તમને આ દાળ ખરીદવી છે તો પ્રયત્ન કરો કે તેને શનિવાર સિવાયના કોઈ પણ દિવસે ખરીદી લો.

કોલસો

શનિવારના દિવસે કોલસો ખરીદવો પણ શુભ નથી માનવામાં આવતો. કહેવાય છે કે શનિવારના દિવસે કોલસો ખરીદવાથી શનિદોષ લાગે છે.

PROMOTIONAL 13

કાળા રંગની વસ્તુઓ

શનિવારના દિવસે કાળા રંગના કપડા, કાજલ, કાતર અને સાવરણી ન ખરીદવી જોઈએ. આ વસ્તુઓને ખરીદવાથી શનિદેવની નારાજગી વધી જાય છે.

વાળ કે નખ ન કાપો

શનિવારના દિવસે દક્ષિણ દિશાની યાક્રા ન કરવી જોઈએ. આ દિવસે વાળ અને નખ ન કપવા જોઈએ. શનિવારના દિવસે પૈસાનું ટ્રાન્ઝેક્શન ન કરો.

વધુ વાંચો: બારબાડોસમાં મેચ વખતે કેવું રહેશે વાતાવરણ? જાણો દર કલાકે વરસાદના કેટલા ટકા છે ચાન્સ

તામસિક ભોજન

શનિવારના દિવસે માસ, દારૂ તામસિક ભોજનનું સેવન ન કરો. આમ કરવાથી શનિદેવનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shaniwar Niyam Shani Dev શનિ દોષ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ