બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / આરોગ્ય / ચોમાસામાં વધુ ખરે છે માથાના વાળ, આ રહ્યા મોનસૂન હેર ફોલ અટકાવવાના ઘરેલુ ઉપાય

હેલ્થ ટિપ્સ / ચોમાસામાં વધુ ખરે છે માથાના વાળ, આ રહ્યા મોનસૂન હેર ફોલ અટકાવવાના ઘરેલુ ઉપાય

Last Updated: 01:42 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં માથાના વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે. જેના વાળ લાંબા હોય તેને તો આ મુશ્કેલીનો વધુ સામનો કરવો પડે છે. જો તમે અહીંયા જણાવેલ ઘરેલુ નુસ્ખા અપનાવો છો તો વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ ઉગે છે.

ચોમાસા ઋતુની અસર શરીર પર પડે છે. આ ઋતુમાં બીમારીનું પ્રમાણ પણ વધે છે. સાથે આ ઋતુની અસર આપણા માથાના વાળ પર પણ થાય છે. ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. હવામાં ભેજ વધવાના કારણે વાળ કમજોર પડે છે. જો તમારે ખરતા વાળ અટકાવવા હોય તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો. તેનાથી માથાના વાળ મજબૂત પણ થશે અને તૂટતાં પણ અટકશે. આજે વાળ ખરતા અટકાવવાના ઘરેલુ ઉપાય વિશે જાણવાનો પ્રયાસ કરીએ.

મેથીના દાણા અને નારિયેળ તેલ

માથાના વાળ માટે નારિયેળનું તેલ અને મેથીના બીજ ખૂબ ફાયદાકારક હોય છે. મેથીના બીજને નારિયેળ પાણીમાં નાખીને ગરમ કરી માથામાં લગાવાથી વાળ મજબૂત બને છે. તેને રાત્રે ગરમ કરી માથામાં લગાવી સવારે પાણીથી ધોઈ નાખવા. આમ કરવાથી વાળ ખરવાના ઓછા થાય છે. તેનાથી વાળ લાંબા સમય સુધી કાળા પણ રહે છે.

HAIRFALL-1

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ માથાના વાળની મજબૂતી વધારે છે. આના કારણે જ અનેક હેર પ્રોડક્ટમાં તેનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીમાં સામેલ ફોસ્ફરસ માથાના વાળને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતાં અટકે છે અને નવા વાળ પણ ઉગે છે. તેને લાગાવવા પહેલા ડુંગળીને ઘસીને કે વાટીને કે પછી મિક્સરમાં ક્રશ કરીને તેને એક કપડામાં લઇ દબાવીને રસ નીકાળો. આ રસને ડાયરેક્ટ માથામાં લગાવી શકાય છે. આ સિવાય નારિયેળના તેલમાં એડ કરીને પણ લગાવી શકાય છે. તેને લગાવ્યા બાદ 1-2 કલાક પછી વાળને ધોઈ દેવા.

ONION JUICE

જાસૂદ અને આંબળા

આંબળા અને જાસૂદ માથાના વાળ માટે ખૂબ ફાયદાકરક હોય છે. જાસૂદ માથાના વાળને મજબૂતી આપે છે અને આંબળા મજબૂતી, કાળા અને ઘટાદાર પણ બનાવે છે. આ માટે તમારે જાસૂદના ફૂલ અને આંબળાને કાપીને નારિયેળના તેલમાં એડ કરો. તે મિશ્રણને ગરમ કરો. ત્યાર બાદ તેને ગાળીને માથામાં લગાવો. આખી રાત માથામાં રાખી બીજા દિવસે શેમ્પૂથી વાળા ધોઈ નાખો.

JASUD-AAMBLA

આ પણ વાંચોઃ વરસાદમાં ભીંજાયા બાદ ભૂલથી પણ ન પહેરતા લીલા કપડાં! 5 હેલ્થ ઈસ્યુનો ખતરો

PROMOTIONAL 6

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hair Care Hair Fall Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ