બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની મિલકત અંગે સૌથી મોટો ખુલાસો, ACB તપાસમાં આટલા ટકા મિલકત વધુ મળી

રાજકોટ અગ્નિકાંડ કેસ / ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની મિલકત અંગે સૌથી મોટો ખુલાસો, ACB તપાસમાં આટલા ટકા મિલકત વધુ મળી

Last Updated: 06:04 PM, 7 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Tragedy Update: ACBના અધિકારી જી વી પઢેરિયાએ જણાવ્યું કે, ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાએ વધુ મિલકત ભ્રષ્ટાચારથી વસાવી હોઈ શકે. જેમાં લિક્વિડીટી અને જમીનમાં રોકાણ કર્યું છે.

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ફાયર ઓફિસરોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વધુ એક અધિકારી ACBની તપાસના સંકાજોમાં આવ્યો છે. રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, આવક કરતા 67.27% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે.

ACBના અધિકારી જી વી પઢેરિયાનું નિવેદન

અગ્નિકાંડને લઇ ACBના અધિકારી જી વી પઢેરિયાએ જણાવ્યું કે, રાજકોટ TRP અગ્નિકાંડના તપાસ ચાલી રહી છે, જેમાં રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરૂદ્ધ તપાસ હાથ ધરાઈ હતી. અપ્રમાણસર મિલકત અંગેની તપાસમાં હાથ ધરાઈ હતી. 2012થી 2024 સુધીનો સમયગાળો નક્કી કરી ચેક પરિયડ તરીકે ગણી તપાસ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ઠેબાએ વધુ મિલિકત વસાવી હોવાનુ સામે આવતા આ અંગે રાજકોટ એકમના મદદનીશે આ અંગે ફરિયાદ દાખલ કરી છે.

વાંચવા જેવું: ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને બતાવ્યો અરીસો, નિવેદન બાદ જિલ્લા સંગઠનમાં ભારે ઉહાપોહ, જાણો એવું તો શું બોલ્યા

જમીનમાં રોકાણ કર્યું ?

પ્રાથમિક તપાસમાં જણાય છે, રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાએ વધુ મિલકત ભ્રષ્ટાચારથી વસાવી હોઈ શકે. જેમાં પણ ભીખા ઠેબાએ લિક્વિડીટી અને જમીનમાં રોકાણ કર્યું છે. રોકડ, દાગીના અને જમીનમાં વધુ રોકાણ છે. વધુમાં કહ્યું કે, NOC અને ફાયર સર્ટિફિકેટને લઈને ભ્રષ્ટાચાર કર્યો હોવાની શક્યતાને લઈને તપાસ ચાલી રહી છે. TPO સાગઠિયા વિરુદ્ધ પણ તપાસ ચાલી રહી છે

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Tragedy Update Rajkot News, Rajkot Bhikha Theba Investigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ