બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 4.30 ઈંચ ખાબક્યો, વાસણા બેરેજના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા, જુઓ જળભરાવની તસવીરો

photo-story

11 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / અમદાવાદમાં 4.30 ઈંચ ખાબક્યો, વાસણા બેરેજના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા, જુઓ જળભરાવની તસવીરો

Last Updated: 05:24 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં બપોર બાદ વરસાદી વાતાવરણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. મૂશળધાર વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરનાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

1/11

photoStories-logo

1. અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થવા પામી હતી. બપોરનાં 3 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 4.30 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ગોતા અને સાયન્સ સીટીમાં નોંધાયો હતો. ગોતા અને સાયન્સ સીટીમાં 6.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નરોડામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. IIM વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

અમદાવાદમાં વરસાદની જબરજસ્ત બેટિંગ ચાલુ થવા પામી હતી. આઈઆઈએમ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. પાણી ભરાતા વાહનો બંધ થતા લોકો અટવાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા પરેશાન લોકોએ તંત્ર ઉપર રોષે ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. વાસણા બેરેજનાં દરવાજા ખોલાયા

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ચાર દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે..વાસણા બેરેજમાં પાણીનું લેવલ જાળવવા માટે 4420 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. ક્લબ O7 પાસે ભૂવો પડ્યો

અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ રોડ બેસી જવાની સમસ્યા બની છે. શીલજ વિસ્તારમાં આવેલા ક્લબ O7 પાસે રોડ બેસી જતા મસમોટો ભૂવો પડ્યો. વાહનચાલકો પસાર ન થતાં હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી. રોડ બેસી જવાને કારણે ગેસલાઈનમાં ભંગાણ થતાં પરેશાન લોકો થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. કુબેરનગરની બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી

અમદાવાદનાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. કુબેરનગરની બજારમં જ્યાં જુઓ ત્યાં પાણી.. પાણી થઈ જવા પામ્યું હતું. બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. સિંધુભવન રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા હતા. સિંધુભવન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. પાણીમાં કાર થઈ ધરકાવ

અમદાવાદનાં ચાંદખેડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાંદખેડામાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ચાંદખેડા પાસે રીંગ રોડમાં અપાયેલા નીચેના ગરનાળાનાં રસ્તામાં પાણી ભરાયું હતું. કાર ચાલકે આ પાણીમાં ગાડી નાંખતા આખી કાર પાણીથી ભરાઈ જવા પામી હતી. કાર ડૂબીજાય એટલું પાણી ભરાયેલુ હતું. કારમાં એક મહિલા અને એક પુરૂષ હતા.જેમની સમય સૂચકતાથી તેઓ બહાર આવી ગયા હતા. જો કે આસપાસનાં અનેક યુવાનોએ આવી કારને મહામહેનતે બહાર કાઢી હતી. કાર આખી પાણીથી ભરાઈ છતાં એન્જિન ચાલું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. હેલ્મેટ સર્કલ પાસે પાણી ભરાયા

અમદાવાદમાં મુશળદાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરનાં હેલમેટ સર્કલ પાસે પણ પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ગોતા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા. રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોતાનાં આઈસીબી ફ્લોરા એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. અમદાવાદમાં પડ્યો ભારે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. જેથી શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચાણક્યપુરીમાં આવેલી નીતિબાગ સોસાયટી પાસે પાણી ભરાયા હત. સોલા અને એસજી હાઈવેની આસપાસનાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Kubernagar rainy weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ