બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, મોટા ભાગના જિલ્લા તરબોળ, જુઓ ક્યાં કેવો વરસ્યો મેહુલિયો

photo-story

5 ફોટો ગેલેરી

જામ્યો જેઠ / ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, મોટા ભાગના જિલ્લા તરબોળ, જુઓ ક્યાં કેવો વરસ્યો મેહુલિયો

Last Updated: 04:41 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે, બારડોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તો વાપી GIDC વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે

1/5

photoStories-logo

1. કડી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. રવિવારે બપોરે વાતાવરણમાં એકાએક પલટા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેરમાં ભારે વરસાદથી હોસ્પિટલ રોડ, માર્કેટ રોડ, એસ.વી રોડ, કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કડી-થોળ રોડ પર આવેલ અન્ડરબ્રીજમાં પાણી ભરાઈ જતા અંડરબિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બારડોલીમાં ભરાયા પાણી

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બારડોલીની ચિક ખાડીમાં પૂર જેવી સ્થિતિનું નિમાર્ણા થયું છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે અધિકારીઓ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દોડતા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સુરતમાં જળબંબાકાર

સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેડરોડ અને ડભોલી ગામમાં પાણી ભરાયા છે. ત્યારે લોકો હોડી લઈને નિકળતા જોવા મળ્યા હતાં. સોસાયટીઓ પાણીમાં ગરકાવ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાબરકાંઠામાં જામ્યો જેઠનો વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કલાકોમાં સારો વરસાદ વરસી ગયો છે. ધીમીધારે આવેલા વરસાદ બાદ ઈડરિયા ગઢના સુંદર દ્રશ્યો સામે આવ્યા. ઈડરિયો ગઢ જાણે વાદળ સાથે વાતો કરતો હોય તેવો આભાસ ઉભો થયો હતો. સતત ગરમી અને ઉકળાટ પછી સાબરકાંઠામાં વરસાદ આવતા લોકોએ રાહત અનુભવી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વાપીમાં ધોધમાર વરસાદ

વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા છે. વાપી GIDC વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Unseasonal Rainy Rainy Update

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ